મહેસાણાના રાધનપુર રોડ પર આઇકોન આર્કેડમાં ગેલેક્સી સ્પામાં દરોડો

મહેસાણાના રાધનપુર રોડ પર આઇકોન આર્કેડમાં ગેલેક્સી સ્પામાં દરોડો
Spread the love

રાધનપુર રોડ પર આવેલા આઇકોન આર્કેડ કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલી 204 નંબરની દુકાનમાં ગેલેકસી વર્લ્ડ બોડીકેર એન્ડ સ્પા નામના બોડી મસાજ પાર્લરમાં થાઇલેન્ડની યુવતીઓ મલ્ટીપલ વિઝા લઇ સ્પા મસાજની નોકરી કરતી હોવાની બાતમી મળતાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના મહિલા સેલના પીએસઆઇ કે.એલ. ચૌધરીએ મહેસાણા સીઆઇડી ક્રાઇમને સાથે રાખી અહીં રેડ કરી હતી.

રવિવારે સાંજે 7 વાગ્યા બાદ થયેલી રેડમાં થાઇલેન્ડની યુવતીઓ ગ્રાહકને મસાજ કરતી મળી આવી હતી. ગેલેક્સી વર્લ્ડ બોડીકેર એન્ડ સ્પા નામના બોડી મસાજ પાર્લરમાં રવિવારે રાત્રે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમે રેડ કરતાં વગર પરમિટે થાઇલેન્ડની 2 યુવતીઓ પાસે મસાજ કરાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં મસાજ પાર્લરના સંચાલક સહિત 4 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઇ હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!