નાંદરવા બેટીયા ફરીથી સરકારી દવાખાના બોર્ડના કુવા જવાનો માર્ગ અત્યંત જર્જરિત

નાંદરવા બેટીયા ફરીથી સરકારી દવાખાના બોર્ડના કુવા જવાનો માર્ગ અત્યંત જર્જરિત
Spread the love

શહેરા તાલુકાના નાંદરવા બેટીયા ફરીથી સરકારી દવાખાના બોર્ડના કુવા પાસે થઈ જતો રોડ અત્યંત જર્જરિત થઇ ગયો છે આશરે ચારથી પાંચ કિલોમીટરનો આ રસ્તો ખાડા-ટેકરા અને પથ્થરોના કારણે અત્યંત જોખમી માર્ગ બની ગયો છે. આ રોડ ઉપર કાયમી અવરજવર કરતા વાહન ચાલકો અને પ્રજાજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જર્જરિત માર્ગના કારણે 108 જેવી પ્રાથમિક સુવિધા પણ સમયસર મળી શકતી નથી.

નાંદરવા બેટીયા ફરીથી બોર્ડના કુવા પાસે જવાનો આ માર્ગ જર્જરિત થતા વાહનચાલકોને ભારે નુકસાની નો સામનો કરવો પડે છે. છેલ્લા એક વર્ષ ઉપરાંતથી આ રોડની આવી દુર્દશા હોવા છતાં તંત્ર દ્વારા રોડનું નવિનીકરણ કરવામાં આવી નથી. આ વિસ્તારના કાયમી અવરજવર કરતા પ્રજાજનોની માગણી છે કે સત્વરે તંત્ર દ્વારા આ રોડની કામગીરી કરવામાં આવે અને પ્ર deજાજનો ને સુખાકારી મળી રહે તેવી માગણી છે. પ્રસ્તુત તસવીરમાં નાંદરવા બેટીયા ફરીથી સરકારી દવાખાના બોર્ડના કુવા પાસે નો અત્યંત જર્જરિત રોડ નજરે પડે છે.

ભુપેન્દ્ર વણકર (નાંદરવા)

IMG-20200227-WA0072.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!