ગુજરાતમાં સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ તો રહ્યો બાજુએ, પરંતુ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પૂરતા ઓરડા પણ નથી…!!

ગુજરાતમાં સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ તો રહ્યો બાજુએ, પરંતુ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પૂરતા ઓરડા પણ નથી…!!
Spread the love

ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહમાં બાળકોના શિક્ષણલક્ષી વધુ એક હકીકત સામે આવી છે. ‘વાંચે ગુજરાત’ – ‘ભણે ગુજરાત’ પરંતુ ક્યાં બેસીને ભણશે બાળકો..? સરકાર પાસે આ બાળકોને ભણાવવા માટે જરૂરી એવા ઓરડાની જ વ્યવસ્થા નથી. અને સરકાર સ્માર્ટ સ્કુલ પ્રોજેક્ટ ની વાતો કરી રહી છે.

વિદ્યાર્થીઓને મફત અને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળી રહે તે માટે સરકાર ભારે પ્રયત્નો કરી રહી છે. બીજી તરફ દિકરીઓને ભણાવવા માટે પણ સરકાર દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે. ત્યારે સરકારી શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓની ઉણપ હોય તે પરિસ્થિતિમાં બાળક ભણે કઈ રીતે તે પણ એક પ્રશ્ન છે. હાલના સંજોગોમાં લોકોને ખાનગી શાળાઓમાં પોતાના બાળકને ભણાવવા માટેની રીતસરથી હોડ લાગી છે.

ઉલ્લેખનીય છે કે હાલ માં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનીયા બે દિવસની ભારત મુલાકાતે આવ્યા હતા. અને તેમને પોતાની મુલાકાત દિલ્હી થી નહિ પરંતુ અમદાવાદ થી શરુ કરી હતી. અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનીયા ટ્રમ્પને અમદાવાદ કે ગુજરાતની સરકારી શાળાના બાળકોની મુલાકત ના કરાવતા તેમની મુલાકાતના બીજા દિવસે તેમને દિલ્હીની કેજરીવાલ સરકાર સંચાલિત સરકારી શાળાના બાળકો સાથે મુલાકાત કરાવી હતી. છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં ભાજપનું શાશન છે. શું આ ગુજરાત નો વિકાસ મોડેલ આટલું સરસ છે તો પછી છુપાવવું કેમ પડ્યું..?.

રાજ્યના અનેક જિલ્લાઓની પ્રાથમિક ઓરડાની મોટી ઘટ છે તે દર્શાવી રહેલા આંકડા પરથી જણાઈ આવે છે.બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળામાં કુલ 1484 ઓરડાની ઘટ ,ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળામાં કુલ 775 ઓરડાની ઘટ,બોટાદ જિલ્લાની પ્રાથમિક શાળામાં કુલ ૧૬૦ ઓરડાની ઘટ,અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં કુલ 636 ઓરડાની ઘટ,પાટણ જિલ્લાની સરકારી શાળાઓમાં 618 ઓરડાની ઘટ,અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં કુલ 402 ઓરડાઓની ઘટ હોવાનું સામે આવ્યું છે.

રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)

IMG-20200227-WA0073.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!