દામનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે નાણાંકીય વહેવાર નહિ કરવા તાકીદ

દામનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે નાણાંકીય વહેવાર નહિ કરવા તાકીદ
Spread the love
  • દામનગર નગરપાલિકાએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પાસે નાણાં ઉઘરાવવાની ફરિયાદો ઉઠતા પાલિકા પ્રમુખે વચેટીયા પ્રથા નાબૂદ કરતું જાહેર નામું બહાર પાડ્યું
  • દામનગર શહેરી વિસ્તાર માં મંજૂર થયેલ આવાસોમાં લાભાર્થી પાસે અધિકારી ના નામે નાણાં મેળવતા વચેટીયાની અનેક રજૂઆતો થી જાહેરનામું પ્રસિદ્ધ કર્યું.
  • દામનગર શહેર માં ૧૨૪ નામોની યાદી થી લાભાર્થીઓને તાકીદ કોઈ વચેટીયા સાથે પ્રધાનમંત્રી આવાસ ના નામે નાણાંકીય વહેવાર કરવો નહીં ની સૂચના આપતી ૧૨૪ લાભાર્થી ઓની યાદી જાહેર પ્રસિદ્ધ કરી
  • અગાઉ આ પ્રધાનમંત્રી આવાસ યોજના ની યાદી પાલિકા ના સદસ્યો ના પરિવાર ને આપતા ખૂબ નાણાં ઉધરાવ્યાં ની ફરિયાદો ઉઠતા પાલિકા પ્રમુખ નું સરાહનીય પગલું

દામનગર શહેર માં પ્રધાનમંત્રી આવાસ મંજુર કરાવવાના નામે લાભાર્થીઓનો ખાનગી વ્યક્તિઓ દ્વારા સંપર્ક કરી આવાસ દીઠ રૂપિયા ૧૦ હજાર ઉઘરાવતા હોવાની રજૂઆતો થી પાલિકા પ્રમુખે પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદી કલ્સટીંગ એજન્સી પાસે માંગતા યાદી ખાનગી વ્યક્તિને અપાય હોવાનો પર્દાફાશ થયો હતો તેથી પ્રમુખે વચેટીયા પ્રથા નાબૂદ કરતો સરાહનીય નિર્ણય લેતા શહેરી ગરીબ લાભાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી.

દામનગર પાલિકામાં સ્વચ્છતા રોડ રસ્ત ઓમાં હપ્તાઓ અને ખૂબ મોટી ગેરીરીતિઓનો બોર્ડના સભ્યનો સોશ્યલ મીડિયા દ્વારા એકરાર અંગે પાલિકા સ્પષ્ટતા કરે દામનગર નગરપાલિકા ના બોર્ડ ના જ સભ્ય જવાબદાર વ્યક્તિ તરીકે રોડ રસ્તા અને સ્વચ્છતાના કામોમાં ખૂબ ગેરીરીતિ ઓ ચાલતી હોવાનો સોશ્યલ મીડિયા માં એકરાર કરે છે ત્યારે પાલિકા પ્રમુખે આ અંગે પણ ગેરીરીતિ ઓ બંધ કરાવવી જોઈ એ પાલિકામાં ચાલતી ગેરીરીતિ ઓ બંધ કરવા પગલાં લે તે જરૂરી છે પાલિકાના સભ્યની રજૂઆતો પ્રમુખે મૌન તોડી જવાબ આપવો જોઈ એ તેવી માંગ બોર્ડ ના સભ્યો કરી રહ્યા છે.

 

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

01

Natvarlal Bhatia

Natvarlal

Right Click Disabled!