દામનગર રઘુવંશી સમાજનું લક્ષ્મીપૂજનનું પ્રેરણાત્મક આયોજન કરાયું

દામનગર રઘુવંશી સમાજનું લક્ષ્મીપૂજનનું પ્રેરણાત્મક આયોજન કરાયું
Spread the love

દામનગર રઘુવંશી સમાજ નું અનોખું પ્રેરણાત્મક લક્ષ્મીપૂજન નું અદભુત આયોજન દામનગરમાં લોહાણા (ઠક્કર) સમાજ દ્વારા કરેલ છેલ્લા દોઢ વર્ષથી મહિનાના છેલ્લા ગુરુવારે પ્રીતિ પ્રસાદમ નું ખુબજ સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે. જેમાં દર વખતે જલારામ બાપાની આરતી, પ્રસાદની સાથે જુદા – જુદા પ્રકારના ખૂબજ સુંદર કાર્યક્રમોનું આયોજન થાય છે, જેમાં આ વખતે લક્ષ્મી પૂજન નું ખૂબજ સુંદર આયોજન થયેલ.

જેમાં છેલ્લા દોઢ વર્ષમાં જન્મેલી દીકરી તેમજ જેમને એક અથવા બે માત્ર દીકરી જ છે તેમનું ખુબ જ સુંદર રીતે શ્રીસુક્તમ અને નારાયણ ઉપનીષદના મંત્રોચ્ચાર સાથે લક્ષ્મીપૂજન થયેલ ત્યારબાદ આઠ બહેનોએ દિકરી વિશે જુદા જુદા વિષય ઉપર ખુબ જ સુંદર વાતો કરી હતી અને સાંભળનાર ને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આવા કાર્યક્રમ દરેક સમાજને દીકરી પ્રત્યેનો વિશિષ્ટ અને ભાવનાત્મક દ્રષ્ટિકોણ આપી રાહ ચીંધે છે. જે બદલ દામનગર રઘુવંશી સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG-20200227-WA0132.jpg

Natvarlal Bhatia

Natvarlal

Right Click Disabled!