ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ખાતે શુકલતીર્થ ઉત્સવ – ૨૦૨૦ નું આયોજન

Spread the love

ભરૂચ,

તા.૨૯ ફેબ્રુઆરી અને ૦૧ લી માર્ચ દરમિયાન વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમો

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા આયોજીત શુકલતીર્થ ઉત્સવ-૨૦૨૦ તા.૨૯/૦૨/૨૦૨૦ તથા તા.૦૧/૦૩/૨૦૨૦ ના રોજ શુકલતીર્થ બસ સ્ટેન્ડ પાસે રાખવામાં આવેલ છે. કાર્યક્રમના ભાગરૂપે તા.૨૯/૦૨/૨૦૨૦ ના રોજ સાંજે ૦૭:૩૦ કલાકે સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે શુકલતીર્થ ઉત્સવ – ૨૦૨૦ નું ઉદઘાટન થશે.
બે દિવસ દરમિયાન યોજાનારા શુકલતીર્થ ઉત્સવ – ૨૦૨૦ માં તા.૨૯/૦૨/૨૦૨૦ ના રોજ સાંજે ૦૭:૩૦ કલાકે શીવ તાંડવ નૃત્ય, માતાજીના ડાકલા, લોક નૃત્ય, ડાંગી નૃત્ય, રાસ અને લોકડાયરા જેવા કાર્યક્ર્મો યોજાશે તે જ રીતે તા.૦૧/૦૩/૨૦૨૦ ને સાંજે ૦૭:૩૦ કલાકે સિદી ધમાલ નૃત્ય, અઘોરી ડાન્સ, લોકનૃત્ય, ગરબા, આસામી લોકનૃત્ય અને લોકડાયરા જેવા કાર્યક્રમો યોજાશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!