અમદાવાદનો પિરાણાનો ડુંગર હટાવતા 1 વર્ષ કરતા વધુ સમય લાગશે..!

અમદાવાદનો પિરાણાનો ડુંગર હટાવતા 1 વર્ષ કરતા વધુ સમય લાગશે..!
Spread the love

અમદાવાદ મનપાએ પિરાણા સાઈટ પર કચરાના ઢગલાને નેસ્તાનાબુદ કરવા માટે પ્રોજેક્ટ હાથ ધર્યો છે.  આ પ્રોજેક્ટ અંતર્ગત આશરે 1 વર્ષમાં પિરાણા સાઈટનો કચરાનો ઢગલાનો નિકાલ થઈ જશે. કોર્પોરેશન દ્રારા રોડ ટ્રીટ ટ્રોમિલ નામનું મશીન વિકસાવવામાં આવ્યું છે. જેનાં દ્રારા માટી કાપડ, પ્લાસ્ટિક, લોખંડ, લાકડું આપોઆપ અલગ થશે.અત્યાર સુધી અમદાવાદ મ્યુ.કોર્પોરેશન પાસે આવાં 12 મશીન  છે. જેનાં દ્રારા રોજનો 15 હજાર ટન કચરો સાફ કરી શકાયો છે. આવનાર દિવસોમા વધુ કામગીરી સરળ બને તે માટે હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ ડિર્પાર્ટમેન્ટે અમદાવાદ મ્યુ.કમિશનર સામે 18 જેટલાં રોડ ટ્રિટ ટ્રોમિલ મશીન મુકવાની માંગ કરી છે.જેનું બજેટ 1 કરોડ રૂપિયાથી વધારે છે.

કોર્પોરેશન દ્રારા રોડ ટ્રીટ ટ્રોમિલ નામનું એક મશીન પિરાણા ડમ્પ સાઈટ પર મુકવામાં આવ્યું છે. જેની મદદથી ડમ્પ સાઈટના કચરામાંથી માટી કાપડ, પ્લાસ્ટિક, લોખંડ, લાકડું બધું આપોઆપ અલગ થઈ જાય છે.. આ જ મશીન મારફતે સ્થળ પર કચરાનો ભુક્કો કરીને તેને ખાતર જેવું મિશ્રિત કરવાાં આવ્યું છે ટ્રોમિલ મશીનની ખાસિયત એ છે કે તે એકસાથે કચરામાં ભેગી થતી બધુ જ વસ્તુઓને અલગ કરી શકે છે. અમદાવાદના દરેક વિસ્તારનો કચરો આ જ જગ્યા પર એકઠો થાય છે.

હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટનાં અધિકારી હર્ષદ સોલંકીના કહેવા પ્રમાણે હાલ 5 લાખ મેટ્રીકટન જેટલો કચરો સાફ થઇ ચૂકયો છે અને પ્લાસ્ટિક, કપડા તથા લાકડા જેવી ચીજવસ્તુને વેસ્ટ ટૂ એનર્જી પ્રોજેકટ હાથ ધરનાર કંપનીને આપવામાં આવે છે અને બાકી રહેતા રોડા-પથ્થર વગેરે બાંકડા સહિતની ચીજવસ્તુ બનાવતી કંપનીને આપવામાં આવે છે.જયારે ટ્રોમિલ મશીનનાં ઉપયોગથી જે માટી રેતી એકત્ર થાય છે તેનો ખાતર તરીકે ઉપયોગ થઇ શકે કે કેમ તેની તપાસ કરાવવામાં આવી રહી છે અને બીજી બાજુ આજુબાજુનાં ખેડૂતોએ પણ આ રેતી માટી લઇ જવા દેવાની માંગણી કરી છે.

હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટનાં અધિકારી હર્ષદ સોલંકીના કહેવા પ્રમાણેપીરાણા ડમ્પ સાઇટ કલીયર કરવા અને રિસાયકલીંગ ઉપર ભાર મુકતાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે પણ અમદાવાદ મ્યુનિ.ની કામગીરી જોઇને અન્ય શહેરોને તેમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું જે  બહુ મોટી વાત છે. ભૂતકાળમાં દેશનાં કોલકત્તા, ફરીદાબાદ, કોઇમ્બતૂર, પુના , હૈદ્રાબાદ વગેરે શહેરોનાં અધિકારીઓએ પીરાણા ડમ્પસાઇટની મુલાકાત લઇ કચરાનાં રિસાયકલીંગની કામગીરી નિહાળી હતી.

1 વર્ષમાં પિરાણા ડુંગરનો નિકાલ માટે સૂચનાપર્યાવરણના રક્ષણ અને જાળવણી માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ આ વાતને નોટિસ કરીને વર્ષોથી જમા થતાં પીરાણા ડુંગરને જલ્દીથી નિકાલ માટે સૂચના આપવામાં આવી છે. પરંતુ ક્યારે હટશે પિરાણાનો આ ડુંગર તે સૌથી મોટો સવાલ તંત્ર સામે ઉભો છે.

રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)

IMG-20200228-WA0434.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!