અનડીટેક્ટ ગુન્હાનાં આરોપીઓને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.

અનડીટેક્ટ ગુન્હાનાં આરોપીઓને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.
Spread the love

આ કામે મરણજનાર મયુરભાઇ દિનેશભાઇ સાકરીયા કોઇ કામ સબબ અમરેલી આવેલ હતા અને કોઇ અજાણ્યા ઇસમોએ અમરેલી શહેરમાં જુમા મસ્જીદ પાસે કોઇ હથીયાર કે, વસ્તુથી માથાના ભાગે તથા બેઠકના ભાગે તથા સાથળના ભાગે માર-મારી ગંભીર ઇજા થયેલ હતી જે અનુસંઘાને પ્રથમ અમરેલી સિવીલ હોસ્પિટલ અને ત્યાંથી વઘુ સારવાર અર્થે રાજકોટ ખાતે રીફર કરતા સારવાર દરમિયાન મરણ ગયેલ હતા. જે અનુસંઘાને અમરેલી સીટી પો.સ્ટે., ગુન્હા નં. 11193003200252/2020 ઇ.પી.કો.કલમ-૩૦૨, મુજબ અજાણ્યા ઈસમો વિરૂધ્ધ ગુન્હો રજી.થયેલ હતો.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રીનિર્લિપ્‍ત રાય સાહેબનાઓએ ઉપરોક્ત ખુનનો ગુન્‍હો અનડીટેક્ટ હોય, ગુન્‍હાની વિગતોનો ઉંડાણપુર્વક અભ્યાસ કરી, ખુન જેવા ગંભીર પ્રકારના ગુન્‍હાને ડીટેક્ટ કરવા અમરેલી એસ.ઓ.જી. પો.ઇન્‍સ., શ્રી કે.ડી.જાડેજા તથા પો.સબ.ઈન્સ.મહેશ મોરી તથા એસ.ઓ.જી.ટીમને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી, એસ.ઓ.જી, પેરોલ ફર્લો સ્‍કોડ, તથા અમરેલી સીટી પોલીસની અલગ-અલગ ટીમો બનાવી અજાણ્યા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવતાં અમરેલી ઠેબી નદીનાં કાંઠા નજીક જુમા મસ્જીદ વિસ્તારમાંથી ગંભીર હાલતમાં ઈજા થયેલ બેહોશ હાલતમાં મરણજનાર મળી આવેલ હોય, જેથી આજુ-બાજુના વિસ્‍તારમાં તમામ સી.સી.ટી.વી. ફુટેજ મેળવવા કાર્યવાહી હાથ ઘરવામાં આવી તથા શંકાસ્‍પદ હિલચાલ ધરાવતાં મજુરો અંગે તપાસ કરી અજાણ્યા આરોપીને શોધી કાઢવા સદ્યન પ્રયત્‍નો હાથ ધરવામાં આવેલ.

તપાસ દરમિયાન અંગત બાતમીદાર તથા ટેક્નીકલ સોર્સ મારફતે જાણવા મળેલ કે, આ ગુન્‍હામાં સંડોવાયેલ ત્રણ શંકાસ્‍પદ ઇસમો શેલખંભાળીયા થી રાજકોટ તરફ પોતાનાં એક્ટીવા મો.સા. ઉપર જનાર છે તેવી ચોક્કસ માહિતી મળતાં ઘારી તાલુકાનાં શેલખંભાળીયા થી ઘારગણી ગામ તરફ જવાનાં રસ્તે બેઠા પુલ પાસે ગામ નજીક વોચ ગોઠવતાં ત્યાં મજકુર ત્રણેય ઈસમો પોતાનાં એક્ટીવા મો.સા. ઉપર ભાગી જવાની પેરવીમાં હોય, ત્રણેય ઇસમોને રાઉન્‍ડઅપ કરી તેમની પુછપરછ કરતાં મજકુર ઈસમોએ મળીને મયુરભાઇ દિનેશભાઇ સાકરીયાને ઘોકા, પાઇપ, અને કાચની બોટલથી માર મારી, ખુન કરી નાંખી, તેની લાશને અવાવરૂ વિસ્‍તારમાં છોડી દીધેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી.

તપાસ દરમિયાન ખુલવા પામેલ હકિકતમજકુર પકડાયેલ ઈસમોની પુછપરછ દરમિયાન હકિકત એવી જણાઇ આવેલ છે કે, આ કામે મરણજનાર મયુરભાઇ દિનેશભાઇ સાકરીયા તથા આરોપી મુર્તુજા ઉર્ફે બીલાલ સીકંદરભાઇ રાવડા બન્ને રાજકોટ ખાતે રહેતા હોય અને બન્ને ગેરકાયદેસર દારૂનાં ઘંઘા સાથે સંકળાયેલા હોય, જે ઘંઘાકીય હરીફાઇનાં પરિણામે મરણજનાર-મયુરભાઇ આ કામનાં પકડાયેલ આરોપી મુર્તુજા ઉર્ફે બીલાલ સીકંદરભાઇ રાવડા નાઓની દારૂ વેંચવા અંગેની બાતમી પોલીસને આપતો હોય.

જેની અંગત અદાવત રાખી મયુરભાઇને વિશ્વાસમાં અને ભરોસામા લઇ અને મયુરભાઇને આ કામનાં આરોપી મુર્તુજા ઉર્ફે બીલાલે જણાવેલ કે, અમરેલી ખાતે મારો મિત્ર સમીર રહે છે તેમને ત્યાં આપણે જવાનું છે તેમ કહી રાજકોટ થી અમરેલી ખાતે બન્ને જણા આવેલા અને અમરેલી રહેતો સમીરશા સમીર ઉર્ફે સમલો સુલતાનશા પઠાણ પાસે લાવી ત્રણેય જણા સમીરના મિત્ર આણદુભાઇ વાળાના ગામ શેલખંભાળીયા ખાતે જઇ ચારેય ઈસમો ઘારંગણી ગામની નદી કાઠે અવાવારૂ જગ્યામાં દારૂ પીવાનાં બહાને બેસી આરોપીઓએ એક સંપ કરી, અગાઉથી નક્કી થયા મુજબ કાવત્રુ રચી મરણજનારને મરણતોલ, લાકડી, ઘોકા, પાઇપ તથા કાચની બોટલ વડે ગંભીર પ્રકારની જીવલેણ ઈજાઓ કરી મરણજનારને શેલખંભાળીયાથી અમરેલી આ કામનાં આરોપીઓ મુર્તુજા ઉર્ફે બીલાલ તથા સમીરશા સમીર ઉર્ફે સમલો પોતાની એક્ટીવા મો.સા.માં મરણજનારને વચ્ચેનાં ભાગે બેસાડી અમરેલી ખાતે લાવી ઠેબી નદીનાં કાંઠા નજીક જુમા મસ્જીદ વિસ્તારમાં લોહી લુહાણ હાલતમાં ફેંકી દઇ મજકુર આરોપીઓ નાશી છુટેલ હતા.

પકડાયેલ આરોપીઓ

  1. મુર્તુજા ઉર્ફે બીલાલ સીકંદર રાવડા, ઉ.વ.-૨૪, ઘંઘો-સેલ્સમેન, રહે.રાજકોટ, રામનાથપરા, મેઇન રોડ, જુની જેલની સામે કોર્નર પાસે, તા.જી.રાજકોટ
  2. સમીરશા ઉર્ફે સમલો સુલતાનશા પઠાણ, ઉ.વ.-૨૩, ઘંઘો-ડ્રાઈવીંગ, રહે.અમરેલી મીની કસ્બાવાડ, રંગીલા પાનની સામે, તા.જી.અમરેલી.
  3. આણદુભાઇ આપાભાઇ વાળા, ઉ.વ.-૨૩, ઘંઘો-ખેતી, રહે.શેલખંભાળીયા, તા.ઘારી, જી.અમરેલી

પકડાયેલ આરોપી પાસે થી કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) એક એન્ડ્રોઈડ મોબાઇલ ફોન વીવો કંપનીનો એસ.-૧, પ્રો, કિ.રૂા.૧૦,૦૦૦/-
(૨) એક સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન ગેલેકસી એ-૩૦, કિ.રૂા.૫,૦૦૦/-
(૩) એક સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન ગેલેકસી જે-૭, NXT કિ.રૂા.૩,૦૦૦/-
(૪) એક હોન્ડા કંપનીનું એક્ટીવા મો.સા. કિ.રૂા.૨૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ-૩૮,૦૦૦/- નો કબ્જે કરાવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓનો ગુન્હાહીત ઈતિહાસ

(1) મુર્તુજા ઉર્ફે બીલાલ સીકંદર રાવડા

  • રાજકોટ શહેર પ્રદ્યુમનગર પો.સ્ટે., સે.ગુ.ર.નં.-૨૩/૨૦૧૭, IPC કલમ-૪૨૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ વિ.મુજબ.
  • રાજકોટ શહેર યુનિવર્સિટી પો.સ્ટે., પ્રોહી.ગુ.ર.નં.૩૮૮/૨૦૧૯, પ્રોહી.કલમ-૬૫(એ)(એ), ૧૧૬બી, ૯૮

(૨) સમીરશા ઉર્ફે સમલો સુલતાનશા પઠાણ

  • અમરેલી સીટી પો.સ્ટે., સે.ગુ.ર.નં.-૮૧/૨૦૧૬, જી.પી.એક્ટ કલમ-૧૧૦, ૧૧૭,
  • રાજકોટ શહેર એ’ ડિવિ.પો.સ્ટે., ફ.ગુ.ર.નં.-૫૨/૨૦૧૮ IPC કલમ-૩૭૯,
  • રાજકોટ શહેર માલવીયાનગર પો.સ્ટે., ફ.ગુ.ર.નં.-૮૮/૨૦૧૮, IPC કલમ-૩૭૯,

(૩) આણદુભાઇ આપાભાઇ વાળા

  • ચલાલા પો.સ્ટે., પ્રોહી.ગુ.ર.નં.-૧૩૭/૨૦૧૯, પ્રોહી.કલમ-૬૬(૧)બી, ૬૫(એ)(ઇ), ૧૧૬બી, ૮૧ વિ.મુજબનાં ચોરી, મારામારી, પ્રોહીબીશન તથા રોમીયોગીરીનાં ગુન્હાઓ દાખલ થયેલ છે.

આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી કે.ડી.જાડેજા તથા પો.સબ ઈન્સ. શ્રી મહેશ મોરી તથા એસ.ઓ.જી.ટીમને અજાણ્યા યુવકની હત્યા કરી, લાશ અવાવરૂ વિસ્‍તારમાં છોડી દઇ આરોપીઓએ ગુન્‍હા પર પડદો પાડી દીધેલ હોય, આ વણશોધાયેલ હત્યાનો ભેદ ઉકેલવામાં અમરેલી એસ.ઓ.જી.ટીમએ સફળતા મેળવેલ છે. આગળની તપાસ પો.ઈન્સ.,શ્રી વી.આર.ખેર અમરેલી સીટી પો.સ્‍ટે.દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટ : જય આગ્રાવત (અમરેલી)

IMG-20200228-WA0028-0.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!