મહિલા સમાનતા અને સશક્તિકરણ નિર્માણ

મહિલા સમાનતા અને સશક્તિકરણ નિર્માણ
Spread the love

મહિલા સમાનતા અભિયાન

મધ્યમ વર્ગ અને સમૃદ્ધ વર્ગના પરીવારોની લાખો મહિલાઓ પાસે ઘણી સાડીઓ, કપડાં, ડ્રેસ, મેક અપ સામાન હોય છે ઘણા બહેનો પાસે ૨૫-૫૦ થી ૧૦૦-૨૦૦ સાડીઓ અને ૫૦-૬૦ ડ્રેસ હોય છે, નવી નવી સાડીઓ એક બે વાર પ્રસંગોપાત પહેર્યા પછી કબાટોમાં વણવપરાયેલી પડી હોય છે, આ કપડા વર્ષો સુધી ફકત પડયા રહે છે તો આવા સારા કપડા, સાડીઓનું પોતાના વિસ્તારમાં રહેતી ગરીબ મહિલાઓને બહેનપણી બનાવીને ભેંટ આપી દેવાથી એ મહિલાનો કપડાનો આર્થિક ખર્ચ બચી જાય તો એ મહિલા ઘરના બીજા ખર્ચાઓ સારી રીતે નિભાવી શકે છે

મહિલા દિવસ ખરા અર્થમાં ઉજવવા માટે મહિલા સમાનતા નિર્માણ કરવી હોય તો શ્રીમંત સમૃદ્ધ મહિલાઓએ પોતાના વિસ્તારોમાં રહેતી ગરીબ, મજુર વર્ગની, જરૂરતમંદ મહિલાઓને મદદ કરી સક્ષમ બનાવવાનું અભિયાન ચલાવવું જોઇએ, મધ્યમ વર્ગના બહેનો પાસે ઘરમાં અનેક વસ્તુઓ વણવપરાયેલી પડી રહેતી હોય છે, દરેક વિસ્તારોમાં ઝુંપડપટ્ટીઓ, છાપરાઓ, ચાલીઓ હોય છે આસપાસના પૈસાથી દરિદ્ર બહેનોને સમૃદ્ધ મહિલાઓએ ચીજ વસ્તુઓ, કપડા, વાસણો, નાનો મોટો શૃંગાર, ધાબળા, ચાદરો, જેવી ઘરવપરાશની ચીજો ભેંટ આપી ગરીબ બહેનોને સહેલી બનાવી મદદરૂપ બની સમર્થતા આપવી જોઇએ જેથી મહિલાઓમાં સમાનતાનો એક ભાવ ઉત્પન્ન થશે,

સુખી સમૃદ્ધ બહેનો આસપાસની ગરીબ બહેનો, રોજમદાર બહેનો, કામવાળી બહેનોને ચીજ વસ્તુઓ ભેંટ આપે તેના બદલામાં એ ગરીબ બહેનોને સમજાવો એ આપણા વિસ્તારની સ્વચ્છતા, પર્યાવરણની જવાબદારીઓ સંભાળે, ગરીબ મહિલાઓને સમૃધ્ધ મહિલાઓ ઘરવપરાશની ચીજ વસ્તુઓ ભેંટ આપે તેના બદલામાં એ વિસ્તારમાં વૃક્ષોનું જતન કરવાની જવાબદારી સંભાળે, ગરીબ બહેનો એ વિસ્તારમાં કચરાપેટીઓ, રોડ રસ્તાઓ સહિત વધુને વધુ સ્વચ્છતા બનાવી રાખવા સેવાઓ આપે

મફત ભેટ અને દાન આપવાથી આળસ, લાચારી, નિસહાયતા, નાનપતાના ભાવો ઉત્પન્ન થાય છે એટલે સમૃદ્ધ બહેનો ગરીબ બહેનોને વિસ્તારમાં અમુક જાહેર સેવાઓનો જવાબદારીઓ આપીને બહેનપણીઓ બનાવી લો તો મહિલા સમાનતા, મહિલા સશક્તિકરણનો નવો અભિગમ નિર્માણ થશે, આસપાસની ગરીબ મહિલાઓને સારા કપડાં આપશો, સાબુ, શેમ્પુ, શૃંગાર સામગ્રી ભેટ આપશો તો એ પણ સુઘડ રીતે અપટુડેટ તૈયાર થ ઇને શ્રીમંત મહિલાઓ સાથે ઉભી રહી શકશે તો તેના મનમાં ઘર ગયેલો નાનપ, ગરીબાય, બિચારાપણાનો ભાવ દુર થશે,

મહિલા દિવસ નિમિત્તે સોસાયટીઓ, ગામડાઓમાં, મહોલ્લાઓમાં શ્રીમંત સુખી સમૃદ્ધ બહેનો એકઠી મળી, સારી સાડીઓ, ચીજ વસ્તુઓ એકઠી કરી આસપાસના ગરીબ જરૂરિયાત મંદ બહેનોને ભેટ આપવાના કાર્યક્રમ કરી મહિલાઓને સમાનતા માટે બળ પુરૂ પાડશે તો ગરીબ મહિલાઓને યોગ્ય માર્ગદર્શન આપી સમૃદ્ધ સમર્થતા આપી શકાશે, ઘરે ઘરની ગરીબ બહેનોને સમૃદ્ધ બહેનોનો માનસીક સાથ સહકાર મળતો થાય, ગરીબ મહિલાઓ સાથે અમીર મહિલાઓની મિત્રતા રચાય તો આપોઆપ મહિલા સમાનતા અને સશક્તિકરણ નિર્માણ થશે.

આલેખન : રાજ પ્રજાપતિ

Admin

Admin

9909969099
Right Click Disabled!