કોરાનો વાયરસ અને આપણે..

કોરાનો વાયરસ અને આપણે..
Spread the love

“કોરોના” એટલે દુનિયામાં ચારે તરફ ફેલાઈ ને એક ભયનો માહોલ ઉત્પન્ન કરતો વાયરસ.

વસંતઋતુમાં રંગબેરંગી ફૂલો થી વનસ્પતિ સમાજ પરાગરજ ઉડાડતું છલકવા લાગ્યું.આવા આહલાદક વાતાવરણમાં કોરોના એ આવી ઉમંગમાં ભંગ પાડ્યો.

કોરોના જીવંત નથી,એ lipid ના સ્તરથી ઢંકાયેલો પ્રોટીન પરમાણુ છે. જે આંખ,નાક,અને મુખમાં બ્યુકલ મ્યુકોસા ના કોષો દ્વારા શોષાય છે.જે માટે થઈને માસ્ક અને ચશ્મા પહેરવા જરૂરી બને છે. નહિતર તે તેમના આનુવંશિક કોર્ડમાં ફેરફાર કરે છે અને આક્રમક અને ગુણાકાર કોષોમાં રૂપાંતરિત કરે છે.

જેનું વિઘટન સમય, ભેજ, તાપમાન અને સામગ્રીના પ્રકાર પર નિર્ભર છે.આ માટે વાયુ વગરના સ્થાનમાં (લોક ડાઉન)રહેવું જરૂરી છે. જેનાથી આયુષ્ય અને આરોગ્ય વધે છે. તેમાં વીઝણા નો વાયુ તરસ, પરસેવો, મૂર્છા ને હણનાર છે.સુરક્ષા માટે દિવસમાં બે વખત નાસ લઈ નાકમાં ગાયનું ઘી લગાવવું જોઈએ. ગાયના ઘીનું કે અણુ તેલ નું નસ્ય લેવું જોઇએ.

જગ્યા જેટલી ગીચ અને મર્યાદિત છે ત્યાં વાયરસની સાંદ્રતા વધુ હોઈ શકે છે તેથી ભીડભાડ વાળી કે આની અસર વધુ હોય તેવી જગ્યાએ જવું ના જોઈએ અને ખિસ્સામાં અજમો,કપૂર, જાવંત્રી, ઈલાયચી,લવિંગની પડીકી રાખવી જોઈએ.

આ નાજુક વાયરસ ચરબીના પાતળા બાહ્ય સ્તર થી સુરક્ષિત છે.ફેબ્રિક, છીદ્ર વાળી વસ્તુઓ,ધાતુઓ,પ્લાસ્ટીક પર પણ આ વાયરસ હોઈ શકે છે.ફીણ ચરબીને કાપે છે.તેથી આનાથી બચવા વારંવાર સાબુ કે સેનેટાઈઝર દ્વારા ઓછા માં ઓછું 20 સેકન્ડ સુધી ઘસીને હાથ સાફ કરવા જોઈએ. જેનાથી ચરબીનું સ્તર ઓગળી જાય છે અને તૂટી જાય છે.

ગરમી ચરબીને ઓગાળે છે તેથી 25 ડિગ્રી થી વધુ ગરમ પાણી નો ઉપયોગ કરવો જોઈએ.કપડાં ધોવામાં 1 ભાગ બ્લીચ અને 5 ભાગ પાણીનો ઉપયોગ કરવો જોઈએ જે પણ આમાં રહેલા પ્રોટીનને ઓગાળી અંદરથી તોડે છે.

65% આલ્કોહોલ સાથેનું મિશ્રણથી વાયરસનું બાહ્ય સ્તર ઓગળે છે.પણ એ સાફ કરવા સ્વરૂપે જ કામ કરે છે. આલ્કોહોલ મિશ્રિત કોઈપણ પ્રકારની દવાઓ 65% આલ્કોહોલ ધરાવતી નથી.

કોઇપણ જૂની પડી રહેલી વસ્તુને હલાવતા,ઉડતા પરાગરજ કે અન્ય થી આ વાયરસ હવામાં 3 કલાક તરતા રહે છે. જે ખાસ કરીને નાક દ્વારા અસર કરે છે જે માટે માસ્ક પહેરવું કે નાસ લઈને નાકમાં ગાયનું ઘી લગાવવું કે નસ્ય લેવું આવશ્યક છે. કેમકે આ વાયરસ તંદુરસ્ત ત્વચા માંથી પસાર થઈ શકતો નથી.

આ વાયરસને સ્થિર રહેવા માટે ભેજની જરૂર હોય છે.બહારની ઠંડી,ઘર કે ગાડીમાં એસી થી વધુ પડતું ઓછું તાપમાન રાખવાથી કૃત્રિમ ભેજ રહે છે. શુષ્ક, ગરમ, તેજસ્વી વાતાવરણમાં આ ઝડપથી ડિગ્રેઝ થાય છે.

આ વાયરસ સામે વિજયી બનવા માટે લંધન સારો ઉપાય છે.હાલમાં ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. આધ્યાત્મિક સાથે આરોગ્યની સુરક્ષા રહે તેવો બેવડો યોગ છે. લંધન એટલે શરીરને હલકું કરનાર દ્રવ્ય કે કર્મ. જે માટે તરસ લાગે ત્યારે પ્રાણ ધારણ રૂપ પાણી પીવું. કેમકે વધુ પાણી પીવાથી કફપિત થાય છે. ઠંડુ પાણી ભારે અને અત્યારે અહિતકર છે.તેથી પાણી ઉકળતાં ઉકળતાં નિર્મળ થાય છે ત્યારે તે હલકું અને આરોગ્ય માટે હિતકર બને છે તેથી ઉકાળેલું, બાફ ના નીકળી જાય તે રીતે ઢાંકીને રાખેલ પાણી પીવું જોઈએ.

જે અગ્નિ વધારે, નાડીઓને કોમળ અને વિશુદ્ધ કરે છે.પાણી ઉકાળતાં 4 થા ભાગનું બાકી રહે તે હંમેશા પથ્ય છે. જેનાથી ઉધરસ,શ્વાસ,કફ હણાય છે અને આવું પાણી તાવ હોય તો મટાડે છે. રાત્રે ગરમ પાણી પીવાથી કફનો જથ્થો તૂટે છે અને વાયુ ઓછો કરે છે. આખો દિવસ સૂંઠ અને ધાણા નાખીને ઉકાળેલું પાણી પીવાથી દીપન,પાચન સારું થાય છે જે ત્રિદોષનાશક હોવાથી ખૂબજ આરોગ્યપ્રદ છે.

ઉકાળો હંમેશા સવારે જ ભૂખ્યા પેટે પીવો જોઈએ. જેમાં દશમૂલ, ગુડુચ્યાડી, ભારંગયાદી એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી સવારે 4 થા ભાગનું બાકી રહે ત્યાં સુધી ઉકાળીને પછી પીવો જોઈએ. સુદર્શન ચૂર્ણ કે સુદર્શન ઘનવટી,સંશમની વટી બે બે ગોળી લેવી જોઈએ.

ઘરમાં લીમડાના પાન,કપૂર, લોબાન,ગુગળ, ઘી નો ધૂપ કરવો જોઈએ.

જમવામાં ભૂખ લાગે તો જ ખાવું જોઈએ. જમ્યા પહેલા સૂંઠ, ઘી,ગોળની લાડુડી બનાવીને ખાવી જોઈએ. સૂંઠ પરમ વાયુ શામક અને દીપન પાચન કરનારું છે,ઘી પરમ પિત શામક અને ગોળ કફ શામક છે જેનાથી જલ્દીથી પાચન થાય છે.

જમવામાં મગની દાળની ખીચડી, જવ કે ઘઉંના જાડા લોટની રોટલી,ભાત,સાઠી ચોખા, મગ, મસૂર,ચણા, પરવળ,કરેલાં, કંટોલા,દૂધી,સરગવો, મેથી જેવા કડવા અને તૂરા રસ વાળા શાક,જૂની કાંજી,સામો,કોદરી,વિટામિન સી(લીંબુ,આમળા,દાડમ,કિવી વિગેરે),પપૈયું લેવું જોઈએ.

લગભગ 4 થી 5 % ના અઇચ્છનીય પરિણામ વચ્ચે આ વાયરસે મન માં ખૂબજ ભય પેદા કર્યા છે.જેની લીધે રાત્રી ની નીંદર માં વિક્ષેપ પડે છે.જે માટે રાત્રે ગરમ દૂધ પીવું હિતાવહ છે.રાત્રે સૂતી વખતે હરડે ગરમ પાણી સાથે લેવી.હરડે રસાયણ છે અને કબજિયાત દૂર કરે છે.

ભય પમાડતા મેસેજ અને વીડિયો જોયા કરતા હાસ્યનો માહોલ ઉત્પન્ન કરતા મેસેજ જોવા કે પ્રવૃત્તિ કરવી વધુ લાભપ્રદ રહે છે.જે માટે પ્રાણાયામ, યોગ,ધ્યાન અને હકારાત્મક વલણનો સહારો લેવો જોઈએ.

લીંબુ, અજમો, ફુદીનો, તુલસી, તજ, સંચળ, ગોળનો ઉકાળો દિવસમાં બે વખત પીવો પણ હિતકારી છે.

 

લેખક : Dr. રાકેશભાઈ ભટ્ટ
મો.98980 26451

Admin

Admin

9909969099
Right Click Disabled!