બકાનાં ગતકડાં (ભાગ-9)

બકાનાં ગતકડાં (ભાગ-9)
Spread the love

બકાનાં ગતકડાં (ભાગ-9)

લોકડાઉન (ભાગ 5)

સવાર સવારમાં બહુ દિવસે ડોરબેલ વાગી. બધાના કાન ચમકયાં.હજી નાહીને તરત બહાર નીકળેલા બકાએ જોયું. ચીકુ એક્સરસાઇઝ અને ગટુ એની બેનપણી સાથે વિડીયોકોલ મૂકીને ખોલવા જાય એમ નહોતા.કસ્તુરી ન દેખાતાં ગંજી-ટુવાલભેર એણે જ બારણું ખોલ્યું.

સોસાયટીમાં છૂટક કામ કરતો લાખન ઊભો હતો.

“જે રામજી કી સા’બ.”લાખને હાથ જોડી અભિવાદન કર્યું.

“જે રામજી કી. બોલ ભાઈ શું કામ પડ્યું ?”

“બકાભાઈ ગાંવ જાના હૈ.સરકાર કોઈ સ્પેસલ બસ દૌડાનેવાલી હૈ, ઐસા સુના હૈ. કહા સે મિલેગી જરા પતા કર દો ના.”લાખન બોલ્યો.

“દેખ ભાઈ અભી ઐસા કુછ મત સોચ. મુઝે નહીં લગતા યે બાત સચ હૈ. ફિર ભી ચલ પૂછતે હૈ.” બકાએ એસ ટી. બસ નિગમમાં પૂછપરછ કરી.આવી કોઈ બસ મૂકાવાની નથી એ જાણીને લાખન દુઃખી થયો.

“ટીવી મેં દેખા લોગ ચલકર ભી જા રહે હૈ. મેરા અભી અભી ઓપરેશન હુઆ હૈ. મૈં ઇતની દૂર ચલકર ભી નહીં જા સકતા.”એ રડી પડ્યો.

“દેખ મૈં સમજ સકતા હૂઁ. તુઝે ઘરવાલો કી યાદ આ રહી હોગી. લેકિન તુ જિંદા રહા તો ઉનસે કભી ભી મિલ સકતા હૈ. ઐસા ચલકર જાને કી સોચના ભી મત. પુલિસ બીચમે હી રોક દેગી.ઇધર શાંતિ સે રહે. કુછ ભી ચાહિયે તો બોલ.”

“નહીં સા’બ કુછ નહીં ચાહિયે. બસ ઘરવાલો કી યાદ આ રહી હૈ.” એ ગયો.

સેન્ટી થઈ ગયેલો બકો થોડીવારે નોર્મલ થયો. લાવ હવે આજે શું કરીશું ?એમ વિચારતો જ હતો ને એકદમ ગટુ દોડતી દોડતી આવી.”પપ્પા પપ્પા… જુઓ મુન્નીના પપ્પા…” એણે હાથમાનો મોબાઈલ લંબાવ્યો. એમાં વિડીયોકોલ ચાલુ હતો. ગુપ્તાના ઘરમાં ઝગડો ચાલતો હતો.

બરાબર એ જ વખતે ગુપ્તાએ સટાક દઈને એની પત્નીને એક લાફો ઝીંકી દીધો.બકો ઊભો રહે ખરો ?બાળકોને ઘરે રહેવાની સૂચના આપીને પતિ પત્ની બેય ભાગ્યાં. રસ્તામાં બકાએ જોરથી બૂમ પાડી “એ પટેલ… અમથાકાકા ….ચુનીકાકા… પાનચંદ… જગા… બાબુ… બહાર નીકળો. ગુપ્તાને ઘેર બબાલ થઈ છે…”બધા દોડ્યાં. ગુપ્તાના ઘરમાંથી જોર જોરથી બોલચાલના અવાજો આવતાં હતાં. બંધ દરવાજો ખખડાવ્યો. એની મોટી દીકરીએ દરવાજો ખોલ્યો.

“તારા બાપને બોલાય.”બકાએ સંયમિત અવાજમાં કહ્યું.

“વો તો… વો તો…” છોકરી અચકાઇ.

“તારી માં ને મારે છે ને ?અમને ખબર છે. એટલે જ એની ખબર લઈ નાખવા આવ્યા છીએ. જા એમ કહે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી આવ્યાં છે.” છોકરીની આંખમાંથી આ સાંભળીને લાચારીના આંસુ વહેવા લાગ્યા. એ ગઈ.

ગુપ્તા આવ્યો. પાછળ પાછળ એના મા બાપ પણ હતાં. “શું થયું ?તમે બધાં અહીંયા ..” ગુપ્તા બોલ્યો.

“અમે એ જ પૂછીએ છીએ. તારા ઘરમાં શું માંડ્યું છે ?”સોસાયટીના ચેરમેન પટેલે પૂછ્યું.

“અરે કોણે એવું કહ્યું ?કશું થયું નથી.” ગુપ્તાએ જવાબ આપ્યો.

“તો બોલાવ તારી ઘરવારીને.”અમથાકાકાએ કડકાઇથી કહ્યું.

“અરે કૌન ઘરમેં મરદ લુગાઈ કી નોંક્ઝોક નહીં હોતી ?ઐસા હી બસ. ઔર કછુ નાહીં.”ગુપ્તાની માં એ જવાબ આપ્યો..

“પણ આ જ વાત તારી વાઇફના મોંઢે સાંભળવી છે. બોલાવ. બીવે છે શું ?”બકો બોલ્યો.

“આપ સે કયા મતલબ ?હમારે ઘરકા મામલા હૈ. ચલે જાઓ તુમ સબ.”ગુપ્તાના બાપા એ મોં બગાડ્યું.

“ઐસે કૈસે તુમ્હારે ઘર કા મામલા હો ગયા ? અભી જબ વાંદરા તુમ્હારી ધોતી લે ગયા થા તબ તો ચિલ્લા ચિલ્લા કે બુલા રહે થે સબકો.તુમ્હારે લિયે વાંદરે કો પથરા મારા તો અપને લગે… આજ જબ બોલા કી બહુ પર કયું હાથ ઉઠા રહે હો તો હમ પરાયે હો ગયે ? હં…. ??? યે

અમદાવાદ હૈ, યે સબ નહીં ચલેગા. અભી પુલીસ બુલાકર મેરે પાસ વીડિયો રેકોર્ડીંગ હૈ વો સબૂત કે તૌર પર દેતા હૂઁ. ફિર પુલીસ કો બોલના આપ સે કયા મતલબ ?”બકાએ ચીમકી દીધી.

“એય સોડી તારી મા ને કે’ કસ્તુરી આંટી બોલાવે છે.”કસ્તુરીએ બીજા રૂમમાંથી ડોકિયા કરતી નાની ટીનાને કહ્યું.

“અંજુ… ઓ અંજુ …ઓંય આય જોય…”પરીકાકીએ બૂમ પાડી.

“હમારી બહુ નહીં આયેગી. જાવ તુમ સબ.”ડોહા ડોહીએ બુમરાણ કરી મૂક્યું.

“તુમ સબ જાતે હો કી પુલીસ કો બુલાઉ ?”ગુપ્તાએ ધમકી ઉચ્ચારી.

“બોલાય હેંડ.અમે બોલાઈએ એના કરતાં તું જ બોલાય. સાલા નપાવટ બાયડી ઉપર હાથ ઉપાડે છે ને પાછો હોશીયારીઓ મારે છે ?! ચાલ ફોન કર સો નંબર ઉપર. આજે તને ને તારા ડોહા ડોહીને ફિટ કરાઈ દઈએ.”બકો બરાડયો. એનો ગુસ્સાથી તમતમતો ચહેરો જોઈ મા બાપ અને દીકરો ત્રણેય સ્તબ્ધ થઈ ગયાં. બરાબર એ જ વખતે ગુપ્તાની વહુ અંજુ ધીમે પગલે આવી. સાથે એની ચારે છોકરીઓ પણ હતી.

મંછાકાકીએ હુકમ કર્યો :”એય ભગા આઘો જા. એને બા’ર આબ્બા દે. અંજુ ઓંય આય. હું થયું સોડી કયે.”

ભગવાનદાસ ગુપ્તા ઉર્ફે ભગો ખસ્યો તો નહીં પણ એણે અંજુનો હાથ પકડીને એને રોકી. એ જ ઘડીએ કોલેજમાં ભણતી મોટી છોકરીએ એનો

હાથ ખસેડી માને લઈને બહાર નીકળી આવી. અંજુના ગોરા ગાલ ઉપર ચાર આંગળાંના નિશાન ચોખ્ખાં દેખાતાં હતાં.

” યે કયા હૈ ..? કયું મારા અંજુ કો ..?!” ગુસ્સે થયેલી કસ્તુરી ભગા તરફ જોઈ બરાડી. ભગો બોલે કે ચાલે.!

શરમની મારી અંજુ નીચું જોઈ રહી હતી. એની આંખોમાંથી આંસુ હજી રોકાતા નહોતાં. આંખો અને ચહેરો સુજી ગયાં હતાં.પરીકાકીએ અંજુને બાથમાં ખેંચી વ્હાલ કરતા પૂછ્યું :”અંજુ હું થયું બેટા ?ભગાએ તન ચમ મારી ?” જવાબમાં હીબકાં ભરી ભરીને રડતી અંજુ કઈ બોલી ના શકી. કદાચ આ તાયફાનો એને એટલો બધો આઘાત લાગ્યો હતો કે એ બોલવાની પરિસ્થિતિમાં જ નહોતી.

“વો મુજ સે સિંદૂર કી ડિબ્બી ગિર ગઈ… તો ઇસ લિયે…”ત્રુટક ત્રુટક આટલું માંડ બોલી શકી.

“આન્ટી સિંદૂર કી ડિબ્બી ગિર જાયે તો અપશગુન હોતા હૈ ના ! ઇસ લિયે કોરોના મેં કહીં પાપા મર ગયે તો ..?! યે સોચકર દાદીને માં કો ખૂબ ગાલિયાં દી. તો માં ને કહા કી ઐસા કુછ નહીં હોગા. તબ પાપાને જબાન ચલાતી હૈ કર કે માં કો ડંડે સે પીટા…” નાની ટીનકીએ બધો મામલો સાફ કરી દીધો.

પાનચંદ, સલ્લુ, ચીનુ, અમથાકાકા, ચુનીકાકા, મંછાકાકી, પરીકાકી, કમળાકાકી, જાગુભાભી, કસ્તુરી… બધાએ એકસાથે ગુપ્તા અને એના માબાપનો ઉધડો લઈ નાખ્યો.

“સિંદૂર ઢળી જાય તો વરને કોરોના થાય એવી શોધ હજી થઈ નથી ભાઈ.”

” મોટી ઉંમરની વ્યક્તિઓને કોરોના થવાની સંભાવના વધારે હોય. એટલે થાય તો તારા ડોહા ડોહીને થાય. સાલા આવી વાતોમાં તું… ફટ છે તને.”

“મર્દ હોકર ઔરત પર હાથ ઉઠાયે વો મર્દ નહીં નામર્દ હૈ.”સલ્લુએ પહાડી અવાજમાં કહ્યું.

સો નંબર પર ફોન કરવા બકાએ ફોન ઉપાડ્યો. રડતી અંજુએ આંસુ લૂછયાં. એક ડગલું આગળ વધી બકાની નજીક આવી. એની અને બકાની આંખો મળી. એણે બે હાથ જોડ્યા. એની લાચાર આંખો ઘણું બધું કહેતી હતી.”પ્લીઝ… જાને દો.”એટલું બોલી એણે ગુપ્તાની સામે જોયું. એ શરમથી નીચું જોઈ ગયો. પટેલે ચીમકી આપી પછી સૌ વિખેરાયાં.

ઘરે જતાં પહેલાં બકાએ સોસાયટીના બોર્ડ ઉપર કંઈક લખ્યું. કસમથી એકે એક જણ વારાફરતી જઈને વાંચી આવ્યું.જેમાં લખ્યું હતું…
” જો તમારી ઘરવાળી સેંથામાં સિંદૂર પૂરતી હોય તો સાચવજો. જેની સિંદૂરની ડબી ઢોળાશે એના વરને કોરોના થશે થશે ને થશે.

લિ. બાબા ભગવાનદાસ ગુપ્તા .”

લેખક : નિકેતા વ્યાસ – કુંચાલા ,અમદાવાદ

IMG-20200329-WA0034.jpg

Admin

Takhubhai

9909969099
Right Click Disabled!