સોલા સિવિલના ડીનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો

Spread the love
  • ડીનના તબીબ પત્નીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ નીકળતા ક્વોરન્ટાઇનમાં રખાયા

અમદાવાદ,
સોલા સિવિલ હોસ્પિટલના ડીનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હોસ્પિટલના ડીનના તબીબ પત્નીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ નીકળતા ડીન સહિત ૧૦૦ લોકોને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા.
આજે સોલા સિવિલ હોસ્પિટલના ડીનનો રિપોર્ટ નેગેટિવ આવતા રાહત હાશકારો થયો છે. આ ૧૦૦ વ્યકતિઓમાં સોલા સિવિલ હોÂસ્પટલના અને મેડિકલ કોલેજના ડોક્ટરો, અન્ય સ્ટાફ અને સગાં-સંબંધીઓનો સમાવેશ થાય છે. ડીનના પત્ની પેથોલોજીસ્ટ છે અને અત્યારે તેમને એસ.વી.પી. હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
આ કેસ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓનું કહેવું છે કે તેમને કોરાના લાગુ પડવા અંગે હાલ બે શક્્યતાઅઓ છે. ૧૫મી માર્ચે તેમના કોઇ સગાં મુંબઇથી આવ્યા હતા અને સમગ્ર પરિવારને મળ્યા હતા. આ ઉપરાંત ગત મહિને તેમની પુત્રવધૂ સિંગાપોર અને થાઇલેન્ડથી પરત ફરી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!