કોરોનાઃ સ્મીમેર હોસ્પિટલમાં ૫૦ બેડ સાથે ૨૫ વેન્ટિલેટરમાં વધારો કરાયો

Spread the love

સુરત,
કોરોના વાયરસને લઇને દુનિયાના તમામ દેશ હેરાન છે ત્યારે આવી પડેલ પરિÂસ્થતિને પોંહચી વળવા માટે તમામ દેશની મેડિકલ ટીમ સતત મહેનત કરી રહે છે. સુરતની મહાનગર પાલિકા દ્વારા આ મહામારીને પહોંચી વળવા માટે મનપા સંચાલિત સ્મીમેર હોÂસ્પટલમાં ૫૦ બેડ સાથે ૨૫ વેÂન્ટલેટર સાથે જરૂરી સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે.
કોરોના વાયરસ દેશ સાથે દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે દુનિયાનાં તમામ દેશ આ રોગ સામે લડવા કમર કસી છે. આ વાયરસનાં દર્દી અન્ય કોઈને આ ચેપ નહિ લગાડે તે માટે સરકાર દ્વારા જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે સુરતની મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોÂસ્પટલમાં તાતકાલિક ૫૦ બેડ સાથે ૨૫ વેÂન્ટલેટરની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે આવનારા દર્દીને સારવાર માટે તાત્કાલિક ૪૧ તબીબ અને ૧૨૫ નર્સની ભરતી કરવામાં આવી છે. જાકે, સુરત ગુજરાતનું આર્થિક પાટનગર છે ત્યારે અહીંયા છેલ્લા ૬૦ કલાકમાં એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.
તંત્ર દ્વારા તમામ તૈયારીઓ રાખવામાં આવી છે. કારણકે સુરત ભૂતકાળમાં પ્લેગ નામના રોગના અજગરી ભરડામાં આવી ચુક્્યું છે. ત્યારે ફરી આવી કોઈ મહામારી આ શહેરની સુરત બગાડી ના જાય તે માટે તંત્ર દ્વારા જરૂરી તમામ તૈયારી કરવામાં આવી છે અને કોઈપણ પરિÂસ્થતીથી પોંહચી વળવા માટે સુરતનું તંત્ર સજ્જ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!