રાજકોટમાં મેડિલ સ્ટોરોમાં દરોડાઃ ૨૭૦૦ માસ્કનો જથ્થો ઝડપાયો

Spread the love
  • ૧૦૦ના માસ્ક ૪૦૦માં વેચતા હતા

રાજકોટ,
કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં માસ્કનો કાળો કારોબાર થઈ રહ્યો છે. માહિતી મળતાં કલેકટરના આદેશ બાદ પુરવઠા વિભાગના દરોડા પાડતાં ૩ મેડિકલ સ્ટોરમાંથી ૨૭૦૦ જેટલા માસ્કનો જથ્થો ઝડપાયો હતો. મેડિકલ સ્ટોરમાં ૧૦૦ રૂપિયાના માસ્ક ૪૦૦ રૂપિયામાં વેચાતા હતા. મળી આવેલો માસ્કનો જથ્થો સીઝ કરાયો છે.
કોરોનાના કહેર વચ્ચે જ્યારે કેટલીક કંપનીઓ અને ગ્રૂપ પોતાની સેવા સ્વેચ્છાએ આપીને લોકોને મદદ કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે અન્ય તરફ માણસાઈને લજવતી આ ઘટના સામે આવી છે. રાજકોટમાં વેપારીઓએ ૨૭૦૦ જેટલા માસ્કનો જથ્થો એકઠો કર્યો હતો અને તેને લોકોની જરૂરિયાતના કારણે સરકારે નક્કી કરેલા ભાવથી પણ ચાર ગણી કિંમતે વેચી રહ્યા હતા. આ તમામ જથ્થાને હાલમાં સીઝ કરીને વેપારીઓ પર કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!