જાહેરનામનો ભંગ કરી જાહેરમાં ક્રિકેટ રમતા ૧૪ લોકોની અટકાયત

જાહેરનામનો ભંગ કરી જાહેરમાં ક્રિકેટ રમતા ૧૪ લોકોની અટકાયત
Spread the love

ગીરસોમનાથમાં મરીન પોલીસનું પેટ્રોલીંગ, ગામડાઓ સજ્જડ બંધ

રાજકોટ,
કોરોના વાઇરસની મહામારીને લઇને લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં ક્રિકેટ રમતા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટના યુનિવર્સિટી પોલીસે જાહેરમાં ક્રિકેટ રમતા ૧૪ લોકોની અટકાયત કરી છે. આ તમામ લોકો વિરૂદ્ધ પોલીસે કમલ ૨૬૯, ૧૧૪ તેમજ જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ ભÂક્તનગર પોલીસે જાહેરનામાનો ભંગ કરી બિન જરૂરી બહાર નીકળનાર ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રÌšં છે. જિલ્લાના મોટાભાગના ગામડા સજ્જડ બંધ છે.
લોકડાઉનના લીધે મજૂરી કામ કરતા લોકોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે વેરાવળ તાલુકાના કાજલી ગામના વતની અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર અને જિલ્લા પંચાયતના સદસ્ય માનસિંહભાઇ પરમારના પરિવાર તરફથી કાજલી ગામમાં ૫૦૦૦થી વધુ વસ્તી ધરાવે છે અને ૫૦૦ જેટલા ગામમાં ઘર છે. તમામ સમાજના લોકોને રાશનની કિટનું વિતરણ કર્યુ હતું અને અઢી લાખ રૂપિયાથી પણ વધુનો રાશનનો સામન સંપૂર્ણ ગામને આપ્યો હતો. જેમાં બટેટા ૫ કિલો, તેલ ૧ કિલો, બજારો ૫ કિલો, ડુંગળી અઢી કિલો, ચણા ૧ કિલો, ચોખા ૫ કિલો સહિતની કિટ ગામ માં રહેતા તમામ ઘરોમાં આપવામાં આવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!