લોકડાઉનમાં બહાર નીકળેલા લોકો સામે ટ્રાફિક નિયમના ભંગનો પણ દંડ લેવામાં આવશે

Spread the love
  • હેલ્મેટ, સીટ બેલ્ટ તેમજ કાગળો સાથે નહીં હોય તો દંડ થશે

અમદાવાદ,
અત્યાર સુધી આ પોલીસ કર્મચારીઓ લોકોને ઈમરજન્સી સિવાય ઘરની બહાર નહીં નીકળવા સમજ કરતા હતા. પરંતુ શનિવાર સાંજથી દરેક ચાર રસ્તા ઉપર તહેનાત પોલીસ કર્મચારીઓને જા કોઇ વાહનચાલક હેલ્મેટ કે સીટ બેલ્ટ પહેર્યા વગર, લાઈસન્સ, પીયુસી, આરસી બુક કે વીમા પોલીસ વગર નીકળે તો તેમને મેમો આપીને દંડ વસૂલ કરવાની કડક સૂચના અપાઇ છે. અત્યાર સુધી ટ્રાફિક પોલીસના કર્મચારીઓ જ વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કરતા હતા. પરંતુ હવે દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓને દંડ વસૂલ કરવા સૂચના અપાઇ છે.

લોકડાઉનના ૫ દિવસથી એટલે કે મંગળવાર થી પોલીસ કર્મચારીઓ દરેક વ્યકિતને ઘરમાં રહેવાની સૂચના આપી રહ્યા છે. તેમજ ઈમરજન્સી સિવાય માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નહીં નીકળવા સમજણ આપી રહ્યા હતા. પરંતુ શનિવારે સાંજે રસ્તા ઉપર તહેનાત દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓને વાહન ચાલકો પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા સૂચના આપવામાં આવી છે. જેમાં હેલ્મેટ પહેર્યા વગર કે કાગળો સાથે રાખ્યા વગર નીકળતા વાહન ચાલકોને રોકીને તેમને મેમો આપીને દંડ વસુલ કરવા સૂચના અપાઈ છે. આ અંગે કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓને પૂછતા તેમણે કÌšં હતુ કે લોકો ઘરમાં જ રહે તે માટે પોલીસને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અને દંડ વસુલ કરવા સૂચના આપી છે. પરંતુ પોલીસ અધિકારીઓના આ નિર્ણયથી હાલની પરિÂસ્થતિ જાતા વાહન ચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઇ શકે છે, તેવું પોલીસ કર્મચારીઓનું કહેવું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!