કોરોના વાઇરસને કારણે ઉભી થયેલ પરિસ્થિતિમાં ડાંગમાં માનવતા મહેકી ઉઠી

કોરોના વાઇરસને કારણે ઉભી થયેલ પરિસ્થિતિમાં ડાંગમાં માનવતા મહેકી ઉઠી
Spread the love
  • સરકારી તંત્ર સહિત ઉત્સાહી યુવાનોના ગૃપો તથા નામી-અનામી લોકો દ્વારા પ્રેરણાદાયી કાર્યો

આહવા,
વિશ્વભરમાં કોરોના વાઇરસના આતંકની સામે ઝઝૂમવા સમગ્ર ભારત દેશ નાત-જાત જોયા વગર કટીબધ્ધ બન્યો છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના અનુરોધ બાદ દેશની જનતા કોઇપણ ભોગે કોરોના વાઇરસને અટકાવવા તત્પર બની છે. ત્યારે રાજ્ય સરકારશ્રી દ્વારા પણ દિવસ-રાત જોયા વગર સમયાંતરે મળતા માર્ગદર્શન અનુસાર વિવિધ પગલા લેવાય રહ્યા છે.

ડાંગ જિલ્લા કલેકટર શ્રી એન.કે.ડામોરના સુચારૂ માર્ગદર્શન મુજબ જીલ્લા વહીવટી તંત્ર કોરોના વાઇરસના પગલે સંભવિત પરિસ્થિતિ મુજબ પહોંચી વળવા સજ્જ બન્યું છે. ડાંગ જિલ્લો સમગ્ર ભારત દેશમાં યુનિક કહી શકાય તેવી વિવિધતા ધરાવે છે. ભૌગોલિક પરિસ્થિતિને કારણે નાનકડો જિલ્લો હોવા છતા અહીં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ડાંગ જિલ્લામાં ત્રણ તાલુકાઓમાં કુલ ૩૧૧ ગામો આવેલા છે. તેમજ જિલ્લાની ત્રણ બાજુએ મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે. અહીં મોટા ભાગે ડુંગરાળ વન વિસ્તાર હોવાથી લોકજીવન પણ પરિસ્થિતિ મુજબનું જોવા મળે છે. પહાડો અને ખીણો ધરાવતા આ પ્રાકૃતિક જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ સ્થાનિક બોલીઓ જ બોલાય છે. જેથી અહીંના ગામલોકો સાથે સંપર્ક કરવો હોય તો ફરજીયાત ડાંગી બોલી બોલો તો જ ઝડપથી લોકો સાથે નિકટતા કેળવાય છે.
આધુનિક ટેકનોલોજીના વ્યાપને કારણે તમામ કામો ઈન્ટરનેટના માધ્યમથી જ થાય છે ત્યારે અહીં નાના ગામોમાં ઈન્ટરનેટ નેટવર્ક ની ખૂબ જ તકલીફ પડે છે. આવી પરિસ્થિતિમાં સરકારશ્રીની ધણી સેવાઓમાં મુશ્કેલી અનુભવાય છે. આવી પરિસ્થિતિમાં સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ કરી સૌપ્રથમ ઈન્ટરનેટ કયુ અને ક્યાં મળે છે. તે ગ્રામજનો દ્વારા જાણવા મળે છે. અહીં દરેક વિસ્તારમાં જુદા જુદા નેટવર્ક મળે છે. જેથી સરકારી અધિકારી/કર્મચારીઓ વિસ્તારને અનુરૂપ નેટવર્ક સાથે જોડાઇને પોતાની કામગીરી પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. વધુમાં જંગલોના ઉંડાણના કેટલાયે વિસ્તારમાં વનવિભાગના વોકીટોકી સેટ ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. સાથે સાથે પોલીસ વિભાગના વાયરલેસ સેટ પણ ખૂબ મદદ કરે છે.

હાલમાં જ કોરોના વાઇરસને અટકાવવા માટે મહારાષ્ટ્ર રાજ્ય તેમજ તાપી જિલ્લાને ને જોડતા કુલ ૧૧ ચેકપોસ્ટ/નાકાઓ ઉપર સતત વોચ રાખવામાં આવી રહી છે. ૨૩ માર્ચથી થયેલા લોકડાઉન અંતર્ગત ત્રણે તાલુકાઓના મામલતદારશ્રીઓ,તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ,વનવિભાગ અને પોલીસ વિભાગના કર્મચારીશ્રીઓ સાથે સંકલન કરીને ખૂબજ સુંદર કામગીરી ચાલી રહી છે. પૂર્વપટ્ટી વિસ્તાર એવા સુબીર તાલુકાના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો સુગર ફેકટરીઓ તેમજ મહારાષ્ટ્રમાં દ્રાક્ષની વાડીઓમાં કામ કરવા જાય છે. કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ને કારણે વાહન વ્યવહાર બંધ થતા જ શ્રમિક વર્ગના લોકો જે વાહન મળ્યું તે અથવા ચાલતા ચાલતા પોતાના માદરે વતન આવી રહયા છે. મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે પરત ફરતા તમામ લોકોના આરોગ્યની ચકાસણી કરીને જ ડાંગ જિલ્લામાં પ્રવેશ આપવામાં આવી રહયો છે. કોઇ ગામના વ્યક્તિ તપાસણી વિના બાકી રહી જાય તો તુરંત આરોગ્ય વિભાગની ટીમ નજીકના પી.એચ.સી.ઉપર ચકાસણી માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શંકાસ્પદ કેસો ધ્યાનમાં આવે તો તુરંત જિલ્લા મથક આહવા ખાતે આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અને તેઓની સારવાર માટે ડોકટરોની ટીમ ખડેપગે તૈનાત છે. વધુમાં પોતાના રોજગારીના સ્થળે જ રોકાવાની સૂચના સરકારશ્રી દ્વારા મળતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.
અંતરિયાળ વિસ્તારમાંથી રોજગારી અર્થે બહાર જતા મજૂરો તમામ રસ્તાએથી એકાએક આવી આવી ચડતા તંત્ર માટે પણ ચેલેન્જરૂપ કામગીરી હતી ત્યારે જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ વિવેકબુધ્ધિ વાપરીને તમામ લોકોનું સ્ક્રીનીંગ થાય અને લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટેની વાહનની વ્યવસ્થા સહિત સ્થાનિક સેવાભાવી યુવાનોની મદદથી પાર પાડી પ્રસંશનિય કામગીરી બજાવી હતી.

વધઇ મામલતદારશ્રી સી.એફ.વસાવાએ તેમના સ્ટાફ સાથે તા.૨૭ માર્ચની રાત્રે ૧૧-૩૦ વાગ્યે વધઇ નાકા ઉપર આવેલા મજૂરોની મદદ કરી હતી.જનસેવા કેન્દ્ર આહવાના મામલતદારશ્રી ધવલ સંગાડાએ તેમના સ્ટાફ સાથે લશ્કર્યા થી ચીંચલી તરફના મજૂરોની રાત્રે ૧૨-૦૦ વાગે મદદ કરી હતી. જ્યારે સુબીર તાલુકા મામલતદાર શ્રી એમ.એસ.માહલા અને તાલુકા વિકાસ અધિકારીશ્રી સંદિપ ગાયકવાડે ૨૮ માર્ચના રોજ રાત્રે ૨-૩૦ કલાકે બરડીપાડા ચેકપોસ્ટ ખાતે મજૂરો માટે વાહન વ્યવસ્થા કરી માનવતાની મહેંક ફેલાવી હતી. વધઇ નાકા ઉપર વધઇ રેંજ ઓફિસર શ્રી દિલીપ રબારી તેમના સ્ટાફ સાથે વહીવટીતંત્રની પડખે ઉભા રહી પોતાનાથી થાય એટલી તમામ મદદ કરી રહયા હતા. સાથે પોલીસ સબ ઈન્સ્પેકટર શ્રી રાઠોડ પણ વાહનોની જરૂરિયાત સામે તુરંત વ્યવસ્થા કરી રહયા હતા. આમ તમામ ચેકપોસ્ટ ઉપર મોટી સંખ્યામાં લોકો આવે ત્યારે પોલીસ, ફોરેસ્ટ તેમજ આરોગ્ય વિભાગની ટીમ સંકલન સાથે કામગીરી કરી રહી છે.

ડાંગ જિલ્લામાં ઠેરઠેર માનવતા જોવા મળી રહી છે. આહવામાં યુવાનોનું એક જૂથ લોકડાઉન શરૂ થયું ત્યારે છુટક મજૂરી કરતા મજૂરો ભુખ્યા જ રહેશે એમ વિચારી તમામ યુવાનોએ ચર્ચા કરી પોતાની બચત તેમજ ઓળખાણ વાળા વ્યક્તિઓને વાત કરી તુરંત ચોખા,ધઉં,તેલ વિગેરે ફાળો એકત્ર કરી ખરીદી, જરૂરિયાતમંદોને ખાઘ સામગ્રીનું વિતરણ કર્યું હતું.
આહવા ખાતે સેવાભાવી યુવાનોએ દિવસ-રાત જોયા વગર ફરજ બજાવતા તંત્રના અધિકારી/ કર્મચારીઓ સહિત હોસ્પિટલના સ્ટાફ માટે બજાર બંધ હોવાથી ચા-પાણીની વ્યવસ્થા કરી સમયાંતરે ચાની વ્યવસ્થા કરતા નજરે પડયા ત્યારે ખરેખર આ યુવાનો ઉપર ખૂબ જ ગર્વ થયો. આ યુવાનો વિશે જાણ્યું કે મુંગા પશુઓ માટે ધાંસ ચારો પણ એકત્ર કરી તેઓ વિતરણ કરી રહ્યા છે.

આરોગ્યના કર્મચારી દ્વારા જાણવા મળ્યું કે રાત-દિવસ ફરજ બજાવતા લોકો માટે મધ્યાહન ભોજન બનાવતા કર્મચારીઓએ સુંદર વ્યવસ્થા કરી આપી સહયોગ પુરો પાડયો હતો. કોરોના વાયરસ અટકાવવા સરકારશ્રીના આદેશ મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવસ-રાત રાઉન્ડ ધ ક્લોક સુંદર કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં ડાંગ જિલ્લામાં એકપણ કોરોના વાઇરસ ધરાવતો કેસ મળ્યો નથી.

Admin

Admin

9909969099
Right Click Disabled!