હિંમતનગરમાં જરૂરીયાતમંદ ૨૦૦ પરીવારોને શાકભાજી કિટ્સ વિતરણ કરાયું

હિંમતનગરમાં જરૂરીયાતમંદ ૨૦૦ પરીવારોને શાકભાજી કિટ્સ વિતરણ કરાયું
Spread the love

હિંમતનગર,
જિલ્લામાં કોરોના વાયરસને સંક્રમણને અટકાવ તેમજ તકેદારીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય સજ્જતાથી લઇ જરૂરીયાત મંદ લોકોને સહાય વિતરણની કરવમાં આવી રહી છે.
જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓ સેવાની સરવાણી વહાવી રહી છે ત્યારે હિંમતનગરના સ્વામી નારાયણ સંપ્રદાય તરફથી હિંમતનગર શહેરમાં છૂટક મજૂરી કરતા જરૂરીયાતમંદ ૨૦૦ પરીવારને શાકભાજી કિટસનું કલેકટર શ્રી સી.જે.પટેલના હસ્તે વિતરણ કરવામં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરીવાર તેમજ ડાંગરેજી મહરાજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરૂરીયાતમંદ પરીવારો જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના કિટ્સનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ સ્વચ્છતા પર ભાર મુકાઇ રહ્યો છે ત્યારે જામળા ગામના અગ્રણી શ્રી મહેન્દ્રસિંહ રાઠોડેના સ્વખર્ચે ગામમાં દવાના છંટકાવ માટેના ફોગીગ મશીનને કલેકટર શ્રીના હસ્તે ગામના સરપંચને અર્પણ કરાવ્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!