મહિસાગર જિલ્લામાં શ્રમિકો – ઘરવિહોણા – નિરાધાર લોકોને ૮૯૦૩ ફૂડ પેકેટસનું વિતરણ કરાયું

Spread the love
  • રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમને અનુસરીને માનવતાની ઉત્તમ મિશાલ પૂરી પાડી

લુણાવાડા,
મહિસાગર જિલ્લામાં નોવેલ કોરોનાવાયરસનો ફેલાવો અટકાવવાનાં થયે રહેલા ઘનિષ્ઠ પ્રયાસોના સંદર્ભે અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જે પૈકી લોકડાઉન દરમિયાન રોજેરોજનું રળી જીવન ગુજારતા શ્રમિકો – ઘર વિહોણા અને નિરાધાર લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમને અનુસરીને જિલ્લા વહીવટી તંત્રના વડા અને જિલ્લા કલેકટર શ્રી આર.બી.બારડનાં સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારી અને જિલ્લા પોલીસ વડાશ્રી ઉષા રાડાના નેતૃત્વ હેઠળ જિલ્લાનાં તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા નગરપાલિકા વિસ્તાર અને તાલુકા સ્તરે અત્યાર સુધી ૮૯૦૩ જેટલા ફૂડપેકેટસ તૈયાર કરી તેનું વિતરણ કરી જિલ્લામાં માનવતાની ઉત્તમ મિશાલ પૂરી પાડવામાં આવી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!