લોકડાઉનનો ભંગ કરશે તો મહીસાગર પોલીસ સખત પગલાં લેશે

Spread the love
  • મહિસાગર જિલ્લામાં પોલીસ દ્વારા ડ્રોન સી સી ટીવી કેમેરાથી નિગરાની
  • જાહેરનામાના ભંગ બદલ સખત કાર્યવાહી

લુણાવાડા,
મહિસાગર જિલ્લામાં કોરોના વાયરસ (COVID19) ના સક્રમણને રોકવા માટે અમલી બનાવવામાં આવેલ જાહેરનામાનો હવે મહીસાગર પોલીસ ચુસ્તપણે અમલ કરવા જઈ રહી છે. જિલ્લા પોલીસ વડા શ્રી ઉષા રાડા એ જાહેરનામાનો ભંગ કરતા લોકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, હવે મહિસાગર જિલ્લામાં ડ્રોનથી હિલચાલ ઉપર નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત શહેરમાં સીસીટીવી કેમેરાથી પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ વ્યક્તિ જો બહાર નીકળેલા જણાશે તો તેની સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ વડાએ જણાવ્યું કે, કોરોનાનાં સંક્રમણને રોકવા માટે એકાંતવાસ સિવાય બીજો કોઇ જ વિકલ્પ નથી તેની ગંભીરતાને ધ્યાને લઇ મહિસાગર જિલ્લાના લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરતા જણાવ્યું છે કે, કેટલાક લોકો હજુ પણ ગંભીરતા દાખવતા નથી પણ હવે તેની સામે પોલીસ ગંભીર બનશે. રોગચાળાનું મોટું સંકટ માથે હોવા છતાં બે જવાબદાર બની લોકો લટાર મારવા નીકળતા કે સોસાયટીમાં જમાવડા કરતા લોકો સામે ટેકનોલોજીનો ઉપયોગ કરી સખતાઈથી કાર્યવાહી કરવામાં આવશે. મહિસાગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા, ડ્રોનની મદદથી નિગરાની રાખવામાં આવી રહી છે. જો કોઇ યુવાન કાયદાનો ભંગ કરશે તો તેમના માટે ભવિષ્યમાં સરકારી નોકરી મેળવવી કે પાસપોર્ટ બનાવવાનો મુશ્કેલ બની જશે. એટલે જ લોકડાઉનનું પાલન કરવું હિતાવહ છે.
પોલીસ કાર્યવાહીની વિગતો આપતા મહીસાગર પોલીસ અધિક્ષક ઉષા રાડા દેસાઈએ કહ્યું કે, જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ૧૫૦થી વધુ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. જ્યારે બિનજરૂરી રીતે બજારમાં લટાર મારવા નીકળેલા લોકોના ૩૩૫ વાહન ડિટેઇન કરી રૂા.૧૧૩૦૦૦થી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. વધુમાં હોમ ક્વોરોન્ટાઇન રહેવાના આદેશનો ભંગ કરનારી વ્યક્તિઓ સામે એપેડેમિક ડિસીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!