જિલ્લાના નાગરિકો કલમ ૧૪૪ અને લોકડાઉનનું સ્વયંશિસ્ત પણે પાલન કરે- જિલ્લા પોલીસ અધિક્ષક મનિષ સિંઘ

જિલ્લાના નાગરિકો કલમ ૧૪૪ અને લોકડાઉનનું સ્વયંશિસ્ત પણે પાલન કરે- જિલ્લા પોલીસ અધિક્ષક મનિષ સિંઘ
Spread the love
  • પોલીસ સહાયતા માટે કંટ્રોલ રૂમ- હેલ્પ લાઇન નંબર જાહેર કરાયો – જિલ્લાના નાગરિકો ૧૦૦,૦૨૭૬૨-૨૨૨૧૩૩ અને ૯૦૨૩૩૬૮૮૬૦ પર સંપર્ક કરી શકશે
  • પોલીસ કર્મયાગીઓએ ગ્રામ્ય અને શહેરી કક્ષાએ પેટ્રોલીંગ કરી કોરોના વાયરસથી લોકોને સમજૂત કર્યા
  • કલમ ૧૪૪નો ભંગ કરતા નાગરિકોના ફોટોગ્રાફ્સ માટે વોટ્સઅપ નંબર જાહેર કરાયો ૯૦૨૩૩૬૮૮૬૦ પર ફોટોગ્રાફ્સ સાથે વિગતો મોકલો
  • કલમ ૧૪૪ કે લોકડાઉનનો ભંગ કર્યો તો કાયદેસરની કાર્યવાહી
  • જિલ્લામાં ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર-ભંગ કરતાં પકડાશો તો પોલીસ કાર્યવાહી
  • મહેસાણા શહેરના ૨૬ સ્થળોએ ૧૮૯ સીસીટીવી ફુટેજની ચકાસણી- કાયદાના ઉલ્લંઘન સામે કાર્યવાહી
  • મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકની અનોખી પહેલ
    જિલ્લાના તમામ પોલીસ મથકોના ક્યુ.આ ટીમના પોલીસ કર્મયોગીઓને ઓલ ઓવર શુટ અપાયા
  • પોલીસ અધિક્ષકશ્રીની કચેરી સહિત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને સેનેટાઇઝ કરાયા
  • મહેસાણા જિલ્લામાં પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ  ગરીબ પરીવારને જીવન જરૂરી કીટનું વિતરણ કરાયું
  • પોલીસની કામગીરીથી અવગત થવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના ટ્વીટર હેન્ડલ  ttp://twitter.com/SPMehsana પણ ફોલો કરો

મહેસાણા
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનિષ સિંઘે જણાવ્યું હતું કે કોવિડ-૨૦૧૯ના પગલે જિલ્લાના લોકો અસાધારણ શિસ્ત બતાવી કલમ ૧૪૪ અને લોકડાઉનનું સંપુર્ણ પણે પાલન કરે તે જરૂરીછે. તેમણે વધુ ઉમેર્યું હતું કે આ લોકડાઉન આપણા માટે અત્યંત જરૂરી છે જો તેનું પાલન કરવામાં નહિ આવેલ તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ જણાવ્યું હતું કે કોરોના વાયરસ સંક્રમણને ધ્યાને લઇને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે.જિલ્લાના નાગરિકો ડાયલ ૧૦૦ તેમજ ૦૨૭૬૨-૨૨૨૧૩૩ ઉપર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત નાગરિકો પણ જે સ્થળે કલમ ૧૪૪ નો ભંગ થતો હોય તેમના ફોટોગ્રાફ્સ પાડી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ જાહેર કરેલ નંબર ૯૦૨૩૩૬૮૮૬૦ વોટસઅપ નંબર પર સરનામા સાથે મોકલી શકે છે જેથી પોલીસને પણ જિલ્લાના નાગરિકોની મદદ મળી શકે.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ ઉમેર્યું હતું કે જિલ્લામાં તમામ જાહેર જગ્યાએ તથા રહેણાંક વિસ્તારના કોમન પ્લોટ,મેદાનો,બગીચાઓ પર ડ્રોન કેમરા દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. આ ડ્રોન કેમેરામાં નાગરિકો કોણ પણ જગ્યાએ કલમ ૧૪૪ તથા કોરોના લોકડાઉનનો ભંગ કરતા જણાઇ આવશે તો તેવા તમામ નાગરિકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત મહેસાણા શહેરમાં ૨૬ સ્થળોએ ૧૮૯ સીસીટીવી કેમરા નેત્રમ પ્રોજેક્ટ તળે લગાડવામાં આવ્યા છે આ સીસીટીવી કેમેરાના ફુટેજની રોજબરોજ ચકાસણી કરાશે અને ફુટેજમાં કાયદાનું ઉલ્લંઘન કરતાં સામે આવશે તો તેવા તમામ નાગરિકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ અધિક્ષકશ્રી મનિષ સિંઘે જણાવ્યું હતું કે કોરોનાના સંક્રમણને રોકવા માટે લોકડાઉન સિવાય કોઇ જ બીજો વિકલ્પ નથી. મહેસાણા જિલ્લામાં કેટલાક લોકો હજુ પણ ગંભીરતા દાખવતા નથી. પણ, હવે તેની સામે પોલીસ ગંભીર બનશે. રોગચાળાનું મોટું સંકટ માથે હોવા છતાં બેજવાબદાર બની લટાર મારવા નીકળતા કે સોસાયટીમાં જમાવડો કરતા લોકો સામે ટેક્નોલોજીનો ઉપયોગ કરી સખતાઇથી કાર્યવાહી કરવામાં આવશે .તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો કોઇ યુવાન કાયદાનો ભંગ કરતો જણાશે તો તેમના માટે ભવિષ્યમાં સરકારી નોકરી મળવી કે પાસપોર્ટ બનાવવાનું મુશ્કેલ બની જશે. એટલે, લોકડાઉનનું પાલન કરવાનું હિતાવહ છે.
તેમણે ઉમેર્યું હતું કે મહેસાણા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં કોવિડ -૨૦૧૯ના પગલે ક્યુ આર ટીમ તૈયાર કરવામાં આવી છે.આ ટીમ તેમના પોલીસ સ્ટેશનના વિસ્તારના હોમ ક્વોરેન્ટાઇન તેમજ હોસ્પિટલમાંથી કોવિડ-૨૦૧૯નો કોઇ દર્દી ભાગી જાય તો તેને પકડવા માટે ક્યુ આર ટીમ કાર્યરત છે. મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક મનીષ સિંધે પોલીસ કર્મયોગીઓની સુરક્ષા અને સલામતીની માટે જિલ્લાની તમામ પોલીસ સ્ટેશનની ક્યુ.આર.ટીમ માટે કોરોના કોવિડ-૨૦૧૯ના સંક્રમણને ધ્યાને લઇને ઓલ ઓવર શુટ (માસ્ક,હેન્ડ ગ્લોઝ) સહિત તૈયાર કરી પોલીસ કર્મયોગીઓને આપ્યા છે. મહેસાણા જિલ્લાના પોલીસ વડાએ આ પ્રકારની સૌથી પહેલી અને અનોખી પહેલ કરી છે જેને પોલીસ કર્મયોગીઓ અને જિલ્લાના નાગરિકો દ્વારા પ્રસંશા કરાઇ છે.
કોરોના વાયરસને પગલે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી સહિત જિલ્લાના પોલીસ સ્ટેશનોને સેનીટાઇઝ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કોરોના વાયરસ (કોવિડ-૨૦૧૯) થી સમજુત કરી લોકોને લોકડાઉન અને કલમ ૧૪૪ નું પાલન કરવા માટે અપીલ કરાઇ હતી.આ ઉપરાંત જિલ્લાના નાગરિકો જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની http://twitter.com/SPMehsana પર ફોલો કરી માહિતી અને માર્ગદર્શન મેળવી શકાય છે.
મહેસાણા જિલ્લા પોલીસે કર્મ સાથે માનવ સેવાને વિશેષ મહત્વ આપ્યું છે જિલ્લામાં ગરીબ પરીવારને જીવન જરૂરી ચીજ વસ્તુઓની કીટનું વિતરણ પણ પોલીસ પરીવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!