કડીમાં લોકડાઉનના અમલમાં તંત્ર ઉદાસીન

કડીમાં લોકડાઉનના અમલમાં તંત્ર ઉદાસીન
Spread the love

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશ અને રાજ્યમાં તંત્ર દ્વારા 21 દિવસ નું લોકડાઉન આપવામાં આવ્યું છે ત્યારે કડી શહેરમાં સવાર થી બપોરના સમય દરમ્યાન લોકો ખરીદી કરવા બહાર નીકળી ભીડ એકથી થતા લોકડાઉન ની અસર નહિવત જોવા મળે છે.લોકો દ્વારા જીવનજરૂરિયાત ની વસ્તુઓ ખરીદવામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવતું નથી તેમ છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું જોવા મળે છે.

મહેસાણા જિલ્લા કલેકટર દ્વારા લોકડાઉન દરમ્યાન નાગરીકો ને કોઈ તકલીફ ઊભી ના થાય તે માટે બપોર સુધી નો સમય ખરીદી કરવાનો નિયત કર્યો છે અને લારી ગલ્લા વાળા તેમજ દુકાનદારોને પાલિકા દ્વારા ગોળ રાઉન્ડ મારી સોસીયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવી છે ત્યારે લોકો એકજ જગ્યાએ એકઠા થયી સોસીયલ ડિસ્ટન્સ જાળવતા ના હોવાનું જોવા મળ્યું હતું.સોસીયલ ડિસ્ટન્સ ના જળવાતા લોકોમાં કોરોના નું સંક્રમણ વધવાની શક્યતા જોવા મળે છે.આ ઉપરાંત કડી મામલતદાર કચેરી ની બહાર પણ લોકો સોસીયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના એકઠા થયી જતા હોવાનું સામે આવ્યું છે.જેથી જાગૃત નાગરીકો દ્વારા તંત્ર ને આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અપીલ કરી છે.

ગાંધીચોક માં સવારના સમયે એકઠા થાય છે લોકો
કડીના ગાંધીચોક વિસ્તારમાં સવાર થી બપોરના સમયે ઉભી રહેલી લારીઓ તેમજ દુકાનોમાં લોકોની ખરીદી કરવા ભીડ જોવા મળે છે.લોકો અને દુકાનદારો ને એકબીજા લોકો થી સોસીયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરવામાં આવેલ હોવા છતાં લોકો તેનું પાલન કરતા નથી.સ્થાનિક પ્રસાશન તેમજ પાલિકા દ્વારા બીજાનો જીવ જોખમમાં મુકતા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવવી જોઈએ તેવું જાગૃત નાગરિકો નું માનવું છે.

કડી માં 35 જણ ને ક્વોરેન્ટાઈન કરાયા
કડી માં ક્વોરેન્ટાઈ ના લક્ષણો ધરાવતા દર્દીના સંપર્કમાં આવેલા અને પી.જી.માં રહેતા 28 માણસો અને એક કુટુંમ્બ ના સાત સભ્યોને ઘરમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

IMG-20200330-WA0110.jpg

Admin

Dhaval

9909969099
Right Click Disabled!