સાધ્વી પ્રજ્ઞા બીજેપીમાં જોડાયા, દિગ્વિજય સામે લડશે ચૂંટણી

સાધ્વી પ્રજ્ઞા બીજેપીમાં જોડાયા, દિગ્વિજય સામે લડશે ચૂંટણી
Spread the love

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર હવે બીજેપીમાં સામેલ થઈ ગયા છે. માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના આરોપી રહેલી સાધ્વી પ્રજ્ઞાએ બુધવારે બીજેપીનું પ્રાથમિક સભ્યપદ લઈ લીધું છે. મળતા અહેવાલો મુજબ બીજેપી તેમને ભોપાલ લોકસભા સીટથી દિગ્વિજય સિંહની વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતરશે. કોંગ્રેસના દિગ્વિજય સિંહ સામે સાધ્વી પ્રજ્ઞાને મેદાનમાં ઉતારવાનું નક્કી કરી લીધું છે.

સાધ્વી પ્રજ્ઞાને ભોપાલથી બીજેપી ઉમેદવાર બનાવવાની અટકળો ઘણાં દિવસોથી ચાલી રહી હતી. આ દરમિયાન તેઓએ ભોપાલ સ્થિત બીજેપી કાર્યાલય પહોંચીને શિવરાજ સિંહ ચૌહાન સાથે મુલાકાત કરી, ત્યારબાદ આ અટકળોએ ફરી એકવાર જોર પકડી લીધું છે.

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ સાધ્વી પ્રજ્ઞાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, હું બીજેપીનું સભ્યપદ લઈ રહી છું એન હું ચૂંટણી લડીશ અને જીતીશ.

ભોપાલમાં બુધવારે બીજેપી ચૂંટણી પ્રબંધન કમિટીની બેઠક થઈ, જેમાં લોકસભા ચૂંટણી પ્રભારી સ્વતંત્ર દેવ સિંહ, વિનય સહસ્ત્રબુદ્ધે, પ્રભાત ઝા, સતીશ ઉપાધ્યાય, બૃજેશ લુનાવત ઉપસ્થિત રહ્યા. બેઠકમાં ડેમેજ કન્ટ્રોલ અને પીએમ મોદી, અમિત શાહની આગામી સભાઓની તૈયારી પર ચર્ચા પણ થશે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપી બનાવ્યા બાદ સમાચારોમાં આવેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહે છે. જોકે, તે કેસમાં દોષમુક્ત થયા બાદ તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પોતાના જોરદાર નિવેદનોથી હંમેશા કોંગ્રેસને નિશાન પર લેતા રહ્યા છે. સાધ્વી પ્રજ્ઞાનું એબીવીપી અને દુર્ગા વાહિની સાથે સંપર્ક રહ્યો છે.

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે વર્ષ 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ 9 વર્ષ સુધી જેલમાં રહ્યા. સાધ્વી પ્રજ્ઞાએ આરોપ લગાવ્યો કે તત્કાલીન ગૃહ મંત્રી પી. ચિદમ્બરમે ‘હિન્દુ આતંકવાદ’નો જુમલો ઘઢ્યો અને આ નેરેટિવને સેટ કરવા માટે તેમને ખોટા કેસમાં ફસાવ્યા.

Source: News 18

Avatar

Admin

Right Click Disabled!