ઘરની બહાર લગાવ્યા પોસ્ટર, ડોર બેલ ખરાબ છે, કૃપયા દરવાજો ખોલવા માટે મોદી-મોદી ચિલ્લાઓ

ઘરની બહાર લગાવ્યા પોસ્ટર, ડોર બેલ ખરાબ છે, કૃપયા દરવાજો ખોલવા માટે મોદી-મોદી ચિલ્લાઓ
Spread the love

લોકસભા ચૂંટણીને લઈને લોકો ઘણા ઉત્સાહિત છે. બીજી તરફ ઉમેદવાર પણ પોતાના પ્રચારમાં કોઈ કસર બાકી રાખવા માંગતો નથી. આવા સમયે ઘણા રસપ્રદ નજારા જોવા મળે છે. આવો જ નજારો મધ્ય પ્રદેશનાં મુરૈનામાં જોવા મળ્યો હતો.

મુરૈના શહેરના રામનગર ક્ષેત્રમાં ઘણા ઘરાનો દરવાજા પર કેટલાક એવા પોસ્ટરો લગાવ્યા છે જે લોકોને ચોંકાવી રહ્યા છે. શહેરમાં લોકોને ઘરોના દરવાજા પાસે પોસ્ટર પર પ્રિન્ટ કરીને લગાવ્યા છે. તેની ઉપર લખ્યું છે કે ડોર બેલ ખરાબ છે, કૂપા કરીને દરવાજો ખોલવા માટે મોદી-મોદી ચિલ્લાઓ.

રામનગર કોલોનીના લોકોનું કહેવું છે કે કોઇ અન્ય આવીને અમને પરેશાન ન કરે તેથી અમે લોકોએ આ રીત અપનાવી છે. કોલોનીમાં લગભગ 100થી વધારે ઘરો ઉપર સંદેશો લખવામાં આવ્યો છે દરવાજો ખોલવા માટે મોદી-મોદી ચિલ્લાવો. ત્યાંના રહેવાસી લોકો તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિયતા બતાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં લોકસભા ચૂંટણી-2019 ચાર તબક્કામાં થવાની છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 24 એપ્રિલ થશે. જેમાં પ્રદેશની 6 લોકસભા સીટો ઉપર વોટિંગ થશે. આ પછી 6 મે, 12 મે અને 19 મે ના રોજ વોટિંગ થશે.

Source: News 18

Avatar

Admin

Right Click Disabled!