રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ‘ફાની’, ત્રણ રાજ્ય હાઇ એલર્ટ પર

રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ‘ફાની’, ત્રણ રાજ્ય હાઇ એલર્ટ પર
Spread the love

વાવાઝોડું ‘ફાની’ સતત વિકરાળ બની રહ્યું છે, જે બાદમાં દક્ષિણ ભારતના ત્રણ રાજ્યને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ગુરુવાર સુધી આ વાવાઝોડું ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી લેશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ‘ફાની’ના કારણે કેરળ અને ઓડીશામાં ભારે વરસાદ અને આંધીની આશંકા છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં હળવો વરસાદ અને આંધીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

વાવાઝોડાની ગતિ સતત વધી રહી હોવાથી ભારતીય સેના અને નેવીને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણેય સેનાને કોઈ પણ ઇમરજન્સી પરિસ્થિતિમાં ઝડપથી રાહત પહોંચાડવા માટે સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું કે, આ વાતને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

હવામાન વિભાગે પોતાના બુલેટિનમાં જણાવ્યું કે, વાવાઝોડા ચેતવણી વિભાગનું કહેવું છે કે તોફાન હાલ શ્રીલંકામાં ત્રિકોમાલીના પૂર્વ-ઉત્તરમાં 620 કિલોમીટર, ચેન્નાઇથી 770 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં તેમજ મછલીપટ્ટનમથી 900 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં છે.

આ પહેલા ભારતીય નેવીએ જણાવ્યું હતું કે તે તોફાન ગંભીર બનવાની સ્થિતિમાં ઝડપથી સહાય પહોંચાડવા માટે તૈયાર છે. આ માટે તેમણે પોતાના જહાજોને તૈયાર રાખ્યા છે.

વાવાઝોડા સામે લડવા નેવીની તૈયારી

બંગાળની ખાડીમાં ઓછું દબાણ ઉદભવતા ઉત્પન્ન થયેલા ‘ફાની’ તોફાન સામે લડવા માટે નેવીએ તૈયારી કરી લીધી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ‘ફાની’ ચોથી મેના રોજ સવારે ઓડિશાના કિનારે પહોંચી શકે છે.

‘ફાની’ 18 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આગામી બે દિવસમાં તેની ઝડપી વધી શકે છે. નેવીએ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે પોતાના જહાજો ડોક્ટરો, હવાની ટ્યૂબ તેમજ રાહત સામગ્રી સાથે તૈયાર રાખ્યા છે.

‘ફાની’ને ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતીય નેવીએ હાલ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ પણ મુલતવી રાખ્યું છે. ‘ફાની’ને કારણે 30મી તારીખે ઉત્તર તામિલનાડુ, પુડ્ડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના કાંઠાના વિસ્તારોમાં 50થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Source: News 18

Avatar

Admin

Right Click Disabled!