રાત્રે પતિ મોહમ્મદ શમીના ઘરે પહોંચી હસીન જહાં, પોલીસે કરી ધરપકડ

રાત્રે પતિ મોહમ્મદ શમીના ઘરે પહોંચી હસીન જહાં, પોલીસે કરી ધરપકડ
Spread the love

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે વિવાદ વકર્યો છે. આરોપ છે કે હસીન જહાં ગત રાત્રે ફરી એક વખત શમીના ઘરે સહસપુર પહોંચી હતી. અહીં તેણે શમીની માતા સાથે ગેરવર્તન કર્યું હતું. અમરોહા પોલીસે આ સંદર્ભે બપોરે શાંતિ ભંગ કરવાની કલમ લગાવીને હસીન જહાંની ધરપકડ કરી લીધી છે.

હસીન જહાંએ શમીના ઘરે પહોંચીને ત્યાં જ રહેવાની જીદ કરી હતી. જે બાદમાં ઘરે બબાબ થઈ હતી. ઝઘડો આગળ વધતા પોલીસને જાણ કરવામાં આવી હતી. અડધી રાત્રે પોલીસ પહોંચી હતી અને હસીન જહાંને ઘર બહાર કાઢી હતી. બાદમાં તેને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

મોડી રાત્રે મીડિયા સાથે વાતચીત કરતા હસીન જહાંએ જણાવ્યું કે, “જુઓ, રાત્રે 12 વાગ્યે પોલીસ મને ઘરેથી ઉપાડીને લાવી છે. મેં શું ગુનો કર્યો છે? હું મારા પતિના ઘરે આવી છું, આ મારો અધિકાર છે. આ લોકોએ બળજબરીથી મારો ફોન ઝૂટવી લીધો છે. આ કેવો કાયદો છે? આ કેવી દાદાગીરી છે? રાત્રે 12 વાગ્યે કોઈ ગુનેગાર યુવતીને પણ પોલીસ સ્ટેશન નથી લાવવામાં આવતી.”

જ્યારે પૂછવામાં આવ્યું કે તે શા માટે અહીં પહોંચી હતી તો હસીને જણાવ્યું કે, “હું મારી સાસરીમાં સૈની અહમદના ઘરે આવી હતી, અહીં મને લગ્ન કરીને લાવવામાં આવી હતી. આ ઘર મારા પતિએ બનાવ્યું છે. હું મારી કામવાળી અને બાળકી સાથે અહીં આવી છું, પરંતુ પોલીસ મને બળજબરીથી અહીં લાવી છે. હું ઘરે ઊંઘી રહી હતી.”

આ દરમિયાન હસીન જહાંએ મીડિયા સામે મદદની પોકાર લગાવી હતી. હસીન જહાંએ મીડિયા સામે જણાવ્યું કે, શા માટે યોગી સરકારને આ નથી દેખાઈ રહ્યું? શા માટે મોદી સરકાર નથી જોઈ રહી? બેટી બઢાઓ બેટી પઢાઓ, તો હું પણ એક દીકરી છું. મારી સાથે આ કેવું વર્તન કરવામાં આવી રહ્યું છે? રાત્રે 12 વાગ્યે મને પથારીમાંથી ખેંચીને ધક્કા મારીને અહીં લાવવામાં આવી છે. મારી હાથમાંથી ફોન પણ ઝૂટવી લેવામાં આવે છે. મને ઈજા પણ થાય છે. હવે તમેજ કહો કે હું કોની પાસે જાઉં? તેઓ પોતાના પૈસા અને પાવર બંને વાપરી રહ્યા છે. હું જ્યારે મારા હકની લડાઇ લડી રહું છું ત્યારે તે લોકો મને પ્રતાડિત કરી રહ્યા છે.

Avatar

Admin

Right Click Disabled!