આ ખેતીથી કરો લાખોની કમાણી, જાણો – એક વિઘામાં દર મહિને કેટલી થાય છે કમાણી

આ ખેતીથી કરો લાખોની કમાણી, જાણો – એક વિઘામાં દર મહિને કેટલી થાય છે કમાણી
Spread the love

રૂડકીના મેંગલોરમાં સ્ટ્રોબેરીનો લાલ રંગ ખેડૂતોની જિંદગીમાં રંગ ભરી રહ્યો છે. ગત ચાર-પાંચ વર્ષથી આ વિસ્તારના કેટલાએ ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે અને હવે બીજી ખેતી કરી રહેલા ખેડૂતોને પણ સ્ટ્રોબેરીની ખેતીમાં રસ વધી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, આમાં મહેનતતો હોય જ છે પરંતુ કમાણી તેના કરતા પણ સારી હોય છે. સ્ટ્રોબેરીની ખેતીથી સ્થાનીકોને રોજગાર પણ મળી રહ્યો છે.

હરિદ્વાર-રૂડકીમાં મોટાભાગના ખેડૂતો શિરડીની ખેતી કરે છે પરંતુ તેમાં મહેનતનું ફળ સમય પર નથી મળતું. તેનાથી વિપરીત સ્ટ્રોબેરી વેચીને તુરંત પોતાની મહેનતનું ફળ મેળવી શકાય છે.

ઈસરાર પાંચ વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે. તે જણાવે છે કે, આઠ મહિના સુધી સ્ટ્રોબેરીની ખેતી કરી શકાય છે, અને તેમાં પ્રતિ વિઘા 30થી 40 હજાર પ્રતિમાસની એવરેજથી કમાણી થઈ શકે છે.

સ્ટ્રોબેરીની ખેતી એવા લોકો પણ કરી શકે છે, જે પહેલા મજૂરી કે નાનો મોટો વ્યવસાય કરતા હતા. તેમનું કહેવું છે કે, તેનાથી તે આત્મનિર્ભર થયા છે, અને હવે પૈસાની તંગીથી પરેશાન થવાની જરીરત નથી પડતી.

પ્રગતિશિલ ખેડૂત હિમાચલની તકનીકી પર કામ કરી રહ્યા છે. સ્ટ્રોબેરીનો છોડ પણ તે ત્યાંથી જ લાવે છે. સ્ટ્રોબેરીની ખેતી કરનારા ખેડૂતોનું કહેવું છે કે, અન્ય ફળ ઉગાડનારા લોકો પણ તેમને હવે સ્ટ્રોબેરીની ખેતી વિશે પુછી રહ્યા છે. એવામાં સંભવ છે કે, અગામી સમયમાં તેની ખેતી વધી શકે છે.

Source: News 18

Avatar

Admin

Right Click Disabled!