૩ શબ્દોમાં કોંગ્રેસનું અભિમાન સમજી શકાય છે, તેમના માટે જીવનનું કોઈ મુલ્ય નથી – પીએમ

૩ શબ્દોમાં કોંગ્રેસનું અભિમાન સમજી શકાય છે, તેમના માટે જીવનનું કોઈ મુલ્ય નથી – પીએમ
Spread the love

રોહતક,તા.૧૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે હરિયાણાના રોહતકમાં ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે સામ પિત્રોડાના નિવેદન પર આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ કÌšં હતું કે, ૩ શબ્દોમાં કોંગ્રેસનું અભિમાન સમજી શકાય છે. તેમના માટે જીવનનું કોઈ મુલ્ય નથી. ગુરુવારે પિત્રોડાએ કÌšં હતું કે, ૧૯૮૪માં રમખાણો થયા તો થયા. મોદી શુક્રવારે હિમાચલ પ્રદેશના મંડી અને પંજાબના હોશિયારપુરમાં પણ સભા સંબોધી.
મોદીએ કÌšં કે, “તમારે કોંગ્રેસ અને તેમના સાથીઓથી સાવધાન રહેવાની જરૂર છે. કોંગ્રેસે ૭૦ વર્ષ સુધી કઈ રીતે દેશ ચલાવ્યો છે. તેમના મગજ અને ખોપડીમાં શું ભર્યુ છે, તે માત્ર ત્રણ શબ્દોમાં જ દર્શાવી દીધું છે. ભ્રષ્ટાચાર અને કાળું ધન મુખ્યધારા બની ગી અને કોંગ્રેસ ગરીબોની મલાઈ ખાતા રહ્યાં. દેશમાં સૌથી વધુ સમય સુધી રાજ કરનારી કોંગ્રેસ કેટલી સંવેદનહીન છે, તે ત્રણ શબ્દોમાં સમજી શકાય છે. તે શબ્દ છે- થયું તે થયું. કોંગ્રેસનું અભિમાન આ ત્રણ શબ્દોથી જ સમજી શકાય છે. ગઈકાલે તેમના એક નેતાએ કÌšં કે ૧૯૮૪માં રમખાણ થયા તો થયા. આ નેતા ગાંધી પરિવારના સૌથી નજીકના છે.”
“આ નેતા રાજીવ ગાંધીના સૌથી સારા મિત્ર અને કોંગ્રેસ નામદારના ગુરૂ છે. તેમના માત્ર મનુષ્ય મનુષ્ય નથી, જીવનનું કોઈ જ મૂલ્ય નથી. ૧૯૮૪ના શીખ રમખાણમાં હજારો શીખ ભાઈઓના જીવ ગયા પરંતુ આજે કોંગ્રેસ કહે છે કે જે થયું તે થયું. દિલ્હીમાં શીખોને સળગાવવામાં આવ્યાં, તેમને ઘરમાંથી કાઢીને મારવામાં આવ્યા. તેમની દુકાનો સળગાવી. અનેક રાજ્યોમાં શીખોને નિશાન બનાવવામાં આવતા હતા. કોંગ્રેસના નેતા કહે છે- જે થયું તે થયું. હરિયાણાની જનતા તેનો જવાબ આપશે.”
વડાપ્રધાને રેલીમાં કÌšં કે, કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર જ તેમના સંસ્કાર છે. રોહતકની રેવડી મને પસંદ છે. અમુક મિત્રો મને ગુજરાત મોકલતા હતા. પરંતુ કોંગ્રેસ અહીંની નોકરીઓ ખાઈ ગઈ. મનોહરલાલ ખટ્ટરે તેને બંધ કરાવી દીધી. નામદારના સંબંધી (રોબર્ટ વાડ્રા)એ અહીં પૂર્વ સીએમ સાથે મળીને કેવા અનેક કારનામા કર્યા છે. ખેડૂતોની જમીન લઈ લીધી અને નોટોની ખેતી કરી. ૫ વર્ષનો મોકો આપો તો આ દેશને લૂંટનારા લોકોને જેલ ભેગા કરી દઈશું.
કોંગ્રેસની નબળી સરકાર આતંકીઓના હુમલા સહન કરતી અને રડતી રહેતી. અમે સેનાને ખુલ્લી છૂટ આપી છે કે આપણાં પર જે હુમલો થાય તેનો સંપૂર્ણ તાકાતથી જવાબ આપો. તમે ગોળી મારશો તો ચોકીદાર ગોળો મારશે. આતંકીઓને છૂપાવશો તો અમે ઘરમાં ઘૂસીને મારીશું. આતંકીઓ ગમે તેટલા મજબૂત હોય અમે તેમને ઘરમાં ઘૂસીને મારીએ છીએ અને આખી દુનિયા અમારી સાથે ઉભી છે. પાકિસ્તાન એકલું પડી ગયું છે.
રોહતક સીટ પર ભાજપના અરવિંદ શર્મા મેદાનમાં છે. તેમનો સામનો ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના પુત્ર દીપેન્દ્ર સાથે છે. રોહતક પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડાનો ગઢ માનવામાં આવે છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં દીપેન્દ્ર જીત્યા હતા. ભાજપના ઓમપ્રકાશ ધનખડ બીજા નંબરે રહ્યાં હતા.
મંડી લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર આશ્રય શર્મા અને ભાજપમાંથી રામસ્વરૂપ મેદાનમાં છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના રામસ્વરૂપ શર્માએ કોંગ્રેસને સતત બે વખત સાંસદ રહી પ્રતિભા સિંહને ૩૯ હજાર વોટથી હરાવ્યા હતા.
હોશિયારપુર લોકસભા સીટ પરથી ગઠબંધનના ઉમેદવાર સોમપ્રકાશ ચૂંટણી લડી રહ્યાં છે. તેમના વિરૂદ્ધ કોંગ્રેસના રાજકુમાર ચબ્બેવાલને ટિકિટ આપવામાં આવી છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં હોશિયારપુર સીટ પરથી ભાજપના ઉમેદવાર વિજય સાંપલાએ કોંગ્રેસના મોહિન્દર સિંહને ૧૩,૫૮૨ મતથી હરાવ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!