દેશભરમાં બેંક ઓફ બરોડા પોતાની ૯૦૦ શાખાઓ બંધ કરવાની તૈયારીમાં

દેશભરમાં બેંક ઓફ બરોડા પોતાની ૯૦૦ શાખાઓ બંધ કરવાની તૈયારીમાં
Spread the love

ન્યુ દિલ્હી,
સાર્વજનિક ક્ષેત્રે બેંક ઓફ બરોડાએ દેશભરમાં પોતાની ૮૦૦ થી ૯૦૦ શાખાઓમાં ઘટાડો કરવાની યોજના બનાવી છે. આ પગલું દેના બેંક અને વિજયા બેંકના મર્જર બાદ ઓપરેટિંગ ક્ષમતામાં સુધારો લાવવા ઉઠાવવામાં આવ્યું છે. આ ત્રણેય બેંકોનું મર્જર ૧ એપ્રિલથી કરવામાં આવ્યું છે.
બેંક ઓફ બરોડાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, એકજ જગ્યાએ દેના અને વિજયા બેંકની સાથી બીઓબીની પણ શાખા રાખવાનો કોઇ અર્થ નથી. એવું ઘણી જગ્યાએ જાણવા મળ્યું છે કે, એકજ જગ્યા કે બિÂલ્ડંગમાં આ ત્રણેય બેંકોની શાખા હોય. આવા કેસમાં આ શાખાઓને બંધ કરવામાં આવશે અથવા સંગઠિત કરવામાં આવશે, જેનાથી સંચાલન ક્ષમતા પર અસર ન થાય. તેમણે વધુમાં જણાવ્યું કે, બીઓબીની આવી ૮૦૦-૯૦૦ શાખાઓ છે, જે અંગે વિચારવાની જરૂર છે.
આમાંની કેટલીક શાખાઓ બીજી જગ્યાએ સ્થાનંતરિત કરવામાં આવશે, તો કેટલીકને બંધ કરવામાં આવશે. આ સિવાય જે શાખાઓની જરૂર નથી તેમને બીજી કોઇ શાખા સાથે વિલય કરવામાં આવી શકે છે. અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરી ભાગોમાં બિઝનેસના વિસ્તરણ બાદ અવે બેંકની નજર પૂર્વી ક્ષેત્રોમાં પોતાની શાખાઓ ખોલવા પર છે.
ઉલ્લેખનિય છે કે, થ્રી-વે મર્જર બાદ, બીઓબી પાસે ૯૫૦૦ શાખાઓ અને ૮૫ હજાર કરતાં પણ વધારે કર્મચારીઓ થઈ ગયા છે અને આ એસબીઆઇ અને પીએનબી બાદ દેશની ત્રીજી સૌથી મોટી બેંક બની ગઈ છે અને તેનું કુલ બઝાર પૂંજીકરણ ૧૫ લાખ કરોડ કરતાં પણ વધી ગયું છે. બેંક પાસે અત્યારે ઉપભોક્તાઓની સંખ્યા વધીને ૧૨ કરોડ થઈ ગઈ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!