ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની ચેમ્બર સળગી ઉઠી !

Spread the love

સુરતમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ એક તરફ વહીવટી તંત્ર ફાયર સેફ્ટી અંગે સપાટો બોલાવ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં આગ લાગી છે. ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા કુલપતિની ચેમ્બરમાં ટીચિંગ સ્ટાફના ઇન્ટરવ્યુ દરમિયાન આગ લાગવાનો બનાવ બન્યો છે. આગના પગલે અફરાતફરી સર્જાઈ છે. બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ભવનમાં પણ સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવી છે. કેમેસ્ટ્રી વિભાગમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે !

ખાસ વાત એ છે કે કેમેસ્ટ્રી લેબમાં ગેસની લાઈન હોવા છતાં કોઇ જગ્યાએ ફાયર સેફ્ટી જોવા મળી નહોતી. મહત્વનું છે કે લેબમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રયોગ માટે કેમિકલ અને ગેસ લાઈનનો ઉપયોગ કરવામાં આવે છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાનિ સર્જાઈ શકે છે. તો બચાવ માટે લેબોરેટરીમાં બે ફાયર એક્ટીન્ગ્યુશર તો છે પણ બંને એક્સપાયરી ડેટવાળા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!