કોંગી ધારાસભ્યના કૌભાંડો ઢાંકવા બચાવમાં ઉતર્યા ભાજપના નેતાઓ..!!?

કોંગી ધારાસભ્યના કૌભાંડો ઢાંકવા બચાવમાં ઉતર્યા ભાજપના નેતાઓ..!!?
Spread the love

(જી.એન.એસ.) પ્રશાંત દયાળ
રાજકારણ દેખાય એટલુ સરળ હોતુ નથી, કારણ રાજકારણી સેવા માટે નહીં ધંધો કરવા જાહેર જીવનમાં આવતા હોય છે. જેના કારણે જયારે તેમના ધંધા ઉપર કોઈ હાથ નાખે ત્યારે તેઓ કોઈ પણ પ્રકારના સમાધાન કરી લેતા હોય છે આવુ કોંગ્રેસના ધારાસભ્ય અને અલ્પેશ ઠાકોરનો પડછાયો બની ફરતા ઘવલસિંહ સાથે બની રÌš છે. પોતાની વ્યકિતગત ઓળખ ઉભી કરવામાં નિષ્ફળ ગયેલા ધવલસિંહ તમામ સ્થળે અલ્પેશ ઠાકોરને ઝભ્ભો પકડી ચાલતા હોય તેવુ દ્રશ્ય જાવા મળ્યુ છે. પણ હવે તેમની કોલેજ અને પેટ્રોલ પંપ સામે આંગળી ચીધાંતા તેઓ જે ભાજપને ગાળો ભાંડતા હતા તેમની શરણમાં આવવાની ફરજ પડી છે.
૨૦૧૭ની ચુંટણીમાં ભાજપને ગાળો આપનાર ધવલસિંહને કલ્પના ન્હોતી કે જે ભાજપને નીચુ દેખાઈ તેઓ કોંગ્રેસની બેઠક ઉપર ચુંટાઈ આવ્યા તેમને ભાજપના પ્રદેશ નેતાઓ અને મંત્રી સામે ઘૂંટણિયે પડી પોતાને બચાવી લેવા માટે વિનંતી કરવી પડશે, રાજકારણમાં આવનાર નેતાઓનો ફુલ ટાઈમ બીઝનેસ તો ઘણા હોય છે., પણ પોતે ઉભી કરેલી સંપત્તી સલામત રહે અને તેમા ઉત્તરોતર વધારો થાય તેના માટે રાજકારણમાં રહેવુ તેમના માટે જરૂરી હોય છે. અમદાવાદમાં કોલેજ અને પેટ્રોલ પંપના માલિક ધવલસિંહનું બધુ બરાબર ચાલી રÌš હતું આ દરમિયાન નરોડાના ભાજપના પુર્વ કોર્પોરેટર જગદીશ પટેલ કોઈ કારણસર ધવલસિંહની સામે પડયા, જગદીશ પટેલ સામે પડવાના કારણો અનેક હોઈ શકે છે.
પરંતુ જગદીશ પટેલે ધવલસિંહની કોલેજ અને પંપ સામે વિવિધ એજન્સીઓમાં ફરિયાદ કરવાની શરૂઆત કરી, જગદીશ પટેલનો દાવો છે કે ધવલસિંહની કોલેજમાં ગેરકાયદે બાંધકામ સહિત સરકારી ધોરણો પ્રમાણેની શિક્ષણ વ્યવસ્થા પણ નથી. આ મુદ્દે તેમણે ઔડા સહિત ગુજરાત યુનિર્વસિટી સામે ફરિયાદ કરી અને તેમના એક સાથી મારફતે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં પણ ગયા છે. આમ Âસ્થતિ ભાજપ માટે પણ આશીર્વાદ રૂપ સાબીત થઈ બહુ ઉછળકુદ કરતા ધવલસિંહને નાથવા માટે તેમની સામેની ફરિયાદો મહત્વની સાબીત થાય તેમ છે જા ધવલસિંહ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં ના આવે તો કાયદેસરની કાર્યવાહીમાં ધવલસિંહ બરબાદ થઈ જાય, ને ધવલસિંહ લોકસેવાના ઈરાદે કોંગ્રેસમાં આવ્યા નથી અથવા ધારાસભ્ય થયા નથી.
તેઓ પોતાના ધંધાને બરબાદ થતો જાઈ શકતા નથી તેથી તેમને ભાજપના નેતાઓના શરણે જઈ કાર્યવાહી રોકવા અને જગદીશ પટેલનને અટકાવા વિનંતી કરી છે ભાજપ પણ હવે મઝા લેવાના મુડમાં છે ભાજપે તેમને કોંગ્રેસ છોડી ભાજપમાં આવી જાવ તો બધુ કાયદેસર થઈ જશે તેવી ખાતરી આપી છે. ધવલસિંહ સામે મોરચો માંડનાર જગદીશ પટેલ પણ કાચા ખેલાડી નથી, પોદળ પડયો તો માટી સાથે જ ઉખડશે, આમ હાલમાં જગદીશ પટેલને સમજાવવા પ્રદેશ નેતા અને મંત્રી બહાર આવ્યા છે જે પ્રમાણે વરતારો છે તે પ્રમાણે ધવલસિંહ પાસે કોંગ્રેસ છોડી ભાજપમાં આવવા સિવાય વિકલ્પ રહ્યો નથી.

Admin

Admin

9909969099
Right Click Disabled!