૮ દિવસ બાદ વાયુસેનાને ૧૨૦૦૦ ફુટની ઊંચાઈ પર એએન-૩૨નો કાટમાળ મળ્યો

૮ દિવસ બાદ વાયુસેનાને ૧૨૦૦૦ ફુટની ઊંચાઈ પર એએન-૩૨નો કાટમાળ મળ્યો
Spread the love

ન્યુ દિલ્હી,
ભારતીય વાયુસેનાએ મંગળવારે સર્ચ ઓપરેશન દરમિયાન અરુણાચલ પ્રદેશમાં એએન-૩૨ એરક્રાફ્ટનો કાટમાળ જાવા મળ્યો છે. વાયુસેનાના હેલિકોપ્ટર એમઆઈ-૧૭એ ટાટોના ઉત્તરપૂર્વ વિસ્તારમાં અંદાજે ૧૨ હજાર ફૂટની ઉંચાઈ પર તેનો કાટમાળ જાયો છે. ૩ જૂને વિમાને આસામના જારહાટ એરબેઝથી ઉડાન ભરી હતી. તેમાં ૧૩ લોકો હતા. ઉડાન ભર્યાના થોડા સમયમાં જ વિમાનનો ગ્રાઉન્ડથી સંપર્ક ટૂટી ગયો હતો.
ખરાબ હવામાન હોવા છતાં ભારતીય વાયુસેનાનું કેરિયર વિમાન એએન-૩૨ની તલાશ માટે અભિયાન ચાલી રÌšં છે. ગત બુધવારે વાયુસેનાએ આ વિમાનની તલાશ માટે એસયૂ-૩૦ જેટ ફાઈટર પ્લેન, સી ૧૩૦જે, એમઆઈ ૧૭ અને એએલએચ હેલીકોપ્ટરની મદદ લીધી હતી.
સર્ચ ઓપરેશન આસામના જારહાટથી અરુણાચલ પ્રદેશના મેચુકા એડવાન્સ લિડિંગ ગ્રાઉન્ડ વચ્ચે કરવામાં આવી રÌšં છે. ઈસરોના ઉપગ્રહણ- કાટરેસેટ અને આરઆઈસેટ પણ આ વિસ્તારની તસવીર લઈ ચૂક્્યા છે. પૂર્વ વાયુ કમાન્ડના એર ઓફિસર કમાÂન્ડંગ ચીફ એર માર્શલ આર.ડી. માથુર તપાસ અને રેસ્ક્્યુ ઓપરેશન જાઈ રહ્યા છે. તેમણે વાયુસેનાના ગુમ કર્મચારીઓના પરિવારજનો સાથે પણ વાતચીત કરી છે.
આ સિવાય સેના, ભારત-તિબેટ સીમા પોલીસ, અરુણાચલ પોલીસ અને સ્થાનીક સમુદાય પણ ગુમ થયેલ વિમાનને શોધી રહ્યા છે. ૩ જૂનને સોમવારના રોજ વિમાને આસામના જારહાટથી અરુણાચલના શી યોમી જિલ્લામાં આવેલા મેચુકા એડવાન્સ લિડિંગ ગ્રાઉન્ડ માટે ઉડાન ભરી હતી. વિમાનનો ૧.૩૦ વાગે ગ્રાઉન્ડ સ્ટાફ સાથે સંપર્ક ટૂટી ગયો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!