સ્કૂલવાન ચાલકોની દાદાગીરી સામે પોલીસની ગાંધીગીરી… બાળકોને સ્કૂલે પહોંચાડ્યા

સ્કૂલવાન ચાલકોની દાદાગીરી સામે પોલીસની ગાંધીગીરી… બાળકોને સ્કૂલે પહોંચાડ્યા
Spread the love

વડોદરા,
સ્કૂલવાન ચાલકોની દાદાગીરી સામે વડોદાર ટ્રાફિક પોલીસે ગાંધીગીરી કરી અને બાળકોને સમયસર શાળાએ પહોંચાડ્યા હતા. વાનચાલકોની હડતાળના પગલે શાળાએ પહોંચવામાં મોડું ન થાય તેથી વડોદરા ટ્રાફિક પોલીસે પોતાની ૪૧ પીસીઆર વાન, ૬૨ મોટરસાયકલ અને ૧૦ સરકારી જીપોનો ઉપયોગ કરી અને ૨૫૦ વિદ્યાર્થીઓને શાળાએ પહોંચાડ્યા હતા.
પોલીસ બાળકોને સવારે તેમની ઘરેથી પોતાના વાહનોમાં લઈ અને શાળાએ લઈ ગયા હતા. વડોદરા ટ્રાફિક પોલીસે બે દિવસની હડતાળના પગલે પોલીસે આ આયોજન કર્યું હતું.
વડોદરા ટ્રાફિક પોલીસના એસીપી અમિતા વાનાનીએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનરના માર્ગદર્શન દ્વારા વાનાનીએ જણાવ્યું કે સવારથી ૯૨ પોલીસ અધિકારી પેટ્રોલિંગમાં હતા. તમામ બાળકોને સ્કૂલે પહોંચાડવા અને ઘરે પરત મોકલવા માટે આ કામગીરી કરવામાં આવી. જ્યાં સુધી વાનચાલકોની હડતાળ રહેશે ત્યાં સુધી પોલીસ મૂકવા અને લેવા આવશે.
વાનચાલકોની સેÂફ્ટ અંગે પોલીસે સરકારના નિયમ મુજબ કડક વલણ અખત્યાર કર્યુ છે, ત્યારે વાનચાલકોએ સેફિટના નિયમનું પાલન કરવાના બદલે હડતાળ પર ઉતરી ગયા છે પરંતુ વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસના આગોતરા આયોજનના પગલે ઘણા બાળકોને સવારે નિયમીત સમયે શાળાએ પહોંચવામાં મદદ મળી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!