૩૦ જુન સુધી સૌરાષ્ટમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે

૩૦ જુન સુધી સૌરાષ્ટમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે
Spread the love

અમદાવાદ,
રાજયમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પૂર્વ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટÙના મોટાભાગના જિલ્લા- તાલુકાઓમાં મેઘમહેર જાવા મળી છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૭૫મી.મી. એટલે કે ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૨૮ જિલ્લાઓના ૭૦ તાલુકાઓમાં મેઘમહેર યથાવત રહી છે. જ્યારે ૧૬ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને અન્ય ૫૪ તાલુકાઓમાં ઝરમર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તારીખ ૨૭ જૂન ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતા ૨૪ કલાક દરમિયાન ૭૦ તાલુકાઓમાં ઝાપટાથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોય તેવા ૬ તાલુકાઓનો સમાવેશ થાય છે.
અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં ૭૦મી.મી., ગીર સોમનાથના ઉનામાં અને ભાવનગરના પાલીતાણામાં ૬૦મી.મી., અમરેલીના સાવરકુંડલામાં ૫૪મી.મી. અને રાજકોટના ગોંડલમાં ૫૧મી.મી. વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૯ તાલુકાઓમાં બે ઇંચથી ઓછો અને એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
જેમાં અમરેલીના બાબરામાં ૪૨મી.મી., ડાંગના વઘઇમાં ૪૧મી.મી, જૂનાગઢના વિસાવદરમાં ૪૦મી.મી, દાહોદના ધાનપુરમાં અને સુરતના ઉમરપાડામાં ૩૯મી.મી, મહેસાણાના બેચરાજીમાં ૩૮મી.મી, સાબરકાંઠાના પોશીનામાં અને વડોદરાના ડભોઇમાં ૩૦મી.મી, જામનગરના કાલાવાડમાં ૨૭મી.મી. અને લાલપુર તાલુકામાં ૨૪મી.મી. વરસાદ વરસ્યો હતો.
આ ઉપરાંત હાલોલ, ચોટીલા, દાહોદ, સુરત સીટી, વઢવાણ, અમરેલી, ખેડા, ગારીયાધર, ભચાઉ, સાયલા અને પારડીમાં મળી કુલ ૧૨ તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ અને એક ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. જ્યારે વલભીપુર, તાલાળા, ગરબાડા, બરવાળા, ઉમરગામ, ફતેપુરા, બોટાદ, લાઠી, ઝાલોદ, વાગરા, મુળી, થાનગઢ, અમદાવાદ સીટી, નસવાડી, બોરસદ, ડેસર અને રાણપુર મળી કુલ ૧૭ તાલુકાઓમાં ૬મી.મી.થી વધુ અને અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. અન્ય ૨૫ તાલુકાઓમાં ૬મી.મી.થી ઓછો ઝરમર વરસાદ વરસ્યો હતો. તો ગોંડલના સખપુર સહિતનાં ગામોના સીમ વિસ્તારમાં વાદળ ફાટ્યું હતું. અહીં દોઢ કલાકમાં ૭ થી ૮ ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો. અતિ ભારે વરસાદને કારણે ખેતરોના પાણીએ વેણ બદલ્યાની સાથે ખેડૂતોના ખેતરોને નુકસાન પહોંચ્યું હતું. જેના કારણે આ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલાં આવેલાં પુર હોનારતની યાદો ફરી તાજી થઈ ગઈ હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!