પાણી બચાવવા માટે જળ સંરક્ષણને જનઆંદોલન બનાવોઃ મોદી

પાણી બચાવવા માટે જળ સંરક્ષણને જનઆંદોલન બનાવોઃ મોદી
Spread the love

ન્યુ દિલ્હી,
વડાપ્રધાન મોદીએ બીજા કાર્યકાળમાં પોતાની પહેલી “મન કી બાત” કાર્યક્રમમાં પાણી બચાવવા પર ખાસ ભાર આપ્યો. વડાપ્રધાને કÌšં કે દેશનો એક મોટો ભાગ દર વર્ષે જળસંકટમાંથી પસાર થાય છે, તેનાથી બચવા માટે પાણીનો બચાવ કરવો જરુરી છે. વડાપ્રધાન મોદીએ કÌšં, અમને વિશ્વાસ છે કે અમે જળશÂક્ત વધારે સહયોગથી આ સંકટનું સમાધાન કરી લઈશું. નવી જળશÂક્ત મંત્રાલય બનાવ્યું છે. તેમાં કોઈ પણ સંકટ માટે તત્કાળ નિર્ણય કરવામાં આવી શકે છે. આ મહિને ૨૨ તારીખે હજારો પંચાયતોમાં તમામ લોકોએ પાણી બચાવાનો સંકલ્પ કરે.”
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઝારખંડના હજારી બાગના એક સરપંચનો સંદેશ પણ સંભળાવ્યો. સરપંચે કÌšં કે મને વિશ્વાસ નથી થતો કે પાણી બચાવવા માટે વડાપ્રધાન મોદીએ મને પત્ર લખ્યો. વડાપ્રધાન મોદીએ કÌšં કે બિરસા મુંડાની ધરતી, જ્યાં પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડવો સંસ્કૃતિનો ભાગ છે, ત્યાં હવે જાગૃતિ શરુ થઈ ગઈ છે. મારી તરફથી તમામ સરપંચોને ઘણી-ઘણી શુભેચ્છાઓ. મોદીએ કÌšં કે સ્વચ્છતા આંદોલનની જેમ લોકો હવે ગામોમાં જળમંદિર બનાવવા માટે હોડ લાગી છે. આ દરમિયાન મોદીએ પંજાબ, રાજસ્થાન, તેલંગાણા, તામિલનાડુ અને ઉત્તરાખંડમાં પાણી બચાવવાના ઉપાયની પણ ચર્ચા કરી.
આ દરમિયાન વડાપ્રધાને પાણી બચાવવા મામલે નાગરિકોને ત્રણ અપીલ કરી છે. પહેલી, સ્વચ્છતાની જેમ પાણી બચાવવાની બાબાતને પણ આંદોલનનું રૂપ આપે. બીજી, પાણી બચાવવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી માહિતી શેર કરો. મોદીએ જનશÂક્ત ફોર જળશÂક્ત હેશટેક ચલાવવાની અપીલ કરી.
વડાપ્રધાને કÌšં કે મે ઘણી વખત એવું સાંભળ્યું છે કે બુકે નહીં બૂક. હાલમાં મને કોઈએ પ્રેમચંદનું પુસ્તક ભેટમાં આપ્યું. આ વાર્તાઓ મારા મનને સ્પર્શી ગઈ. મોદીએ કÌšં કે મે તેમની નશા નામની વાર્તા વાંચી. તેનાથી ખ્યાલ આવ્યો કે તમે સાવધાન નથી તો ખરાબ સંગત તમને અસર કરી શકે છે. બીજી ઈદગાહની છે. જ્યારે હામિદ ચિપિયો લઈને પહોંચે છે તો માનવીય સંવેદના ચમ પર પહોંચી જાય છે.
મન કી બાતમાં મોદીએ કટોકટીનો ઉલ્લેખ કરીને કÌšં કે લોકતંત્ર આપણી વારસો છે, તેને સુરક્ષિત રાખવો જાઈએ. તેમણે કÌšં કે દેશણાં જ્યારે કટોકટી લગાવવામાં આવી તો તેનો વિરોધ અમુક હદ સુધી જ સીમિત હતો. કટોકટીની વાતને આગળ લઈ જઈને મોદીએ કÌšં- ભારતની દરેક વ્યÂક્તએ પોતાની સમસ્યાઓને કિનારા પર રાખીને લોકતંત્ર માટે મતદાન કર્યું હતું. કોઈ વસ્તુ આપણી પાસે હોય તેની કિંમત આપણે ઓછી આંકી લઈએ છીએ, પણ એ માનવું જાઈએ કે લોકતંત્ર કેટલું મહત્વનું છે.
પોતાની તાજેતરની કેદારનાથ યાત્રાનો પણ ઉલ્લેખ કરતા મોદીએ જણાવ્યું કે, લોકોએ મારી યાત્રાનો રાજકીય અર્થ પણ કાઢ્યો હતો. જા કે હું કેદારનાથ સ્વયંને મળવા પહોંચ્યો હતો. મન કી બાત ના કરવાથી જે ખાલીપો સર્જાયો હતો તેને કેદારનાથની ગુફાઓમાં ભરવા પ્રયાસ કર્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!