બ્રાઝિલના રિયોમાં બારમાં ગોળીબારઃ ચારનાં મોત

બ્રાઝિલના રિયોમાં બારમાં ગોળીબારઃ ચારનાં મોત
Spread the love

રિયો ડિ જાનેરો,
બ્રાઝિલના અત્યંત રમણીય સ્થળ ગણાતા રિયો ડી જેનેરિયોના બેલફોર્ડ રોક્સો શહેરમાં એક બારમાં ગત રાત્રે કોઈકારણોસર ગોળીબાર થયો હતો જેમાં ચાર લોકોનાં મોત થયા હતા સાતથી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. બારમાં કેટલાક લોકોના ટોળાએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
શનિવારે રાતે બારમાં ગોળીબારની ઘટના થઈ હતી જેમાં સંખ્યાબંધ લોકોને નાના મોટી ઈજા બદલ હોÂસ્પટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક અહેલા મુજબ ગોળીબારમાં ચાર લોકોના મોત થયા હતા જા કે મૃત્યુઆંક વધવાની સંભાવના શહેરના ફાયર વિભાગે વ્યક્ત કરી હતી.
સ્થાનિક મીડિયાએ પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે સાત લોકોને ઈજા થઈ હતી. સત્તાધીશોએ ગોળીબાર પાછળનું કારણ જણાવ્યું નથી. સૂત્રોના મતે બારમાં ફાયરિંગ પાછળનું બ્રાઝિલની હિંસક ટોળકીનો હાથ હોવાની શક્્યતા છે.
રિયો ડી જેનેરિયો બ્રાઝિલનું બીજું સૌથી મોટું શહેર છે અને અહીં જુદી જુદી ગેંગ તેમજ પોલીસ અને ગુંડાઓ વચ્ચે ફાયરિંગના બનાવો દૈનિક ધોરણો નોંધાઈ રહ્યા છે. ૧૧ મેના રોજ પણ બ્રાઝિલમાં એક બારમાં ફાયરિંગ દરમિયાન ૧૧ લોકોનાં મોત થયા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!