એર ઈન્ડિયા ચલાવવી અસંભવ,દરરોજ ૧૫ કરોડનું નુકસાન

એર ઈન્ડિયા ચલાવવી અસંભવ,દરરોજ ૧૫ કરોડનું નુકસાન
Spread the love

ન્યુ દિલ્હી,
જાહેર ક્ષેત્રની વિમાન કંપની એરઈન્ડિયાનું ખાનગીકરણ નક્કી છે. આ માહિતી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ સદનને આપી છે. એમણે રાજ્યસભામાં જણાવું કે, એર ઈન્ડિયાને હવે ચલાવવી અસંભવ છે. દરરોજ આપણે ૧૫ કરોડ રૂપિયાનું નુકશાન આવી રહ્યું છે. બીજી બાજુ ૨૦ વિમાનની અછતનો સામનો કરવો પડે છે. માટે આપણે પરિÂસ્થતિમાં સુધારો કરવા વિનિવેશ (રોકાણ કરેલા પૈસા પાછા લેવા) કરવાની જરૂર છે.
આ પહેલી વખત છે કે, સરકાર સ્પષ્ટ રીતે એર ઈન્ડિયાના ખાનગીકરણ માટે ખુલ્લીને સામે આવી હોય. આ પહેલાં સરકાર એર ઈન્ડિયાના વિનિવેશનો ઘણા પ્રયત્ન કર્યા પણ નિષ્ફળ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, વિનિવેશએ રોકણ કરતા અલગ હોય છે રોકાણમાં રૂપિયા રોકવામાં આવે છે જ્યારે વિનિવેશમાં રૂપિયાને પાછા લઈ લેવાના હોય છે.
એર ઈન્ડિયાને ચાલુ નાણાકીય વર્ષમાં ૯,૦૦૦ કરોડ રૂપિયાનું દેવુ ચુકવવાનું છે. કંપનીએ સરકાર પાસેથી મદદ પણ માગી હતી, પરંતુ એનો અÂસ્વકાર કરવામાં આવ્યો. સરકાર આ કંપનીની ૭૬ ટકા ભાગીદારીને વેચવા માગે છે. ઉડ્ડયનમંત્રીનું કહેવું છે કે, પાકિસ્તાની એર સ્પેસ પર પ્રતિબંધ જેના કારણે નુકશાન થયું છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં ૧૪ ફેબ્રુઆરીએ આત્મઘાતી વિસ્ફોટ થયો ત્યારબાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધવાથી ભારતીય ફ્લાઇટને પાકિસ્તાની એર સ્પેસ પર પ્રતિબંધ છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ કારણે એર ઇÂન્ડયાને ૩૦૦ કરોડથી વધુ રકમનું નુકશાન થયું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!