થાઇલેન્ડઃ યુવતીના કાનમાંથી ડાક્ટરે ગરોળી કાઢી

થાઇલેન્ડઃ યુવતીના કાનમાંથી ડાક્ટરે ગરોળી કાઢી
Spread the love

બેંકોક,
થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં એક અજબ ગજબ ઘટના બની. એક મહિલાને કાનમાં દુખતુ હતું એટલે તે ડાક્ટર પાસે પહોંચી. જ્યારે ડાક્ટરે મહિલાનો કાન તપાસ્યો તો કાનમાંથી ગરોળી નીકળી. ડાક્ટરે ચીપીયા વડે નાનકડી ગરોળીને પકડીને બહાર નીકળી. આ વાત જાણ્યા બાદ ડાક્ટર એટલા ખુશ થઈ ગયા કે પોતાના ફેન્સને જણાવવા માટે ફેસબુક પર પણ આ વિશેની માહિતી શેર કરી.
વરકન્યા નામના આ ડાક્ટરે લખ્યું હતું કે, કામ પર પહેલો દિવસ દરેક વ્યÂક્ત માટે ખાસ હોય છે. હું ડોક્ટર છું અને રાજાવિથી હોÂસ્પટલમાં આજે મારો પહેલો દિવસ હતો. હું કામ પૂર્ણ કરીને ઘરે નીકળી રહી હતી. એટલામાં કાનની સમસ્યાને લઈને એક મહિલા મારી પાસે પહોંચી ગઈ.
મહિલા ડાક્ટરને લાગ્યું કે, કાનમાં કોઈ કિડો છે. કાનનો ઓટોસ્કોપ કરવામાં આવ્યો. ઓટોસ્કોપ દ્રારા જાણકારી મળી કે મહિલાના કાનમાં કોઈ કિડો ચાલી રહ્યો છે. એ કિડો બહાર નીકળી શકે આ માટે એન્ટીબાયોટિક દવા નાખવામાં આવી. પણ આમ કરવા છતાં કામ બન્યું નહીં.
એ પછી કાનમાં ચીપીયા વડે કિડાને બહાર કાઢવામાં આવ્યો. જેને જાઈને બાદમાં ડાક્ટરની આંખો પણ ફાટી ગઈ હતી. કારણ કે મહિલાના કાનમાં કોઈ નાનો એવો કિડો નહોતો પણ ગરોળી હતી. થાઈલેન્ડમાં આવા પ્રકારની ગરોળીને ઝિંકઝોક કહેવામાં આવે છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!