સુપ્રિમ કોર્ટના રજિસ્ટરમાં ગડબડની તપાસ સીબીઆઇ ઓફિસર કરશે

સુપ્રિમ કોર્ટના રજિસ્ટરમાં ગડબડની તપાસ સીબીઆઇ ઓફિસર કરશે

ન્યુ દિલ્હી,
સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રમાં ગડબડની તપાસ હવે સીબીઆઇ ઓફિસર કરશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગાઇએ આ મોટો નિર્ણય લીધો છે. એ પ્રમાણએ સીબીઆઇના એસએસપી, એસપી અને ઇન્સ્પેક્ટર સ્તરના અધિકારી ડેપ્યૂટેશન પર સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીમાં એડિશનલ, ડેપ્યુટી રજિસ્ટ્રાર અને બ્રાન્ચ ઓફિસરના પદ પર તૈનાત કરવામાં આવશે. એમની મદદ દિલ્હી પોલીસ પણ કરશે. વાસ્તવમાં વકીલ, ઉદ્યોગપતિ અને કોર્ટ સ્ટાફની વચ્ચે સાઠગાંઠથી કેસની મનમાની લિસ્ટંગ અને આદેશ ટાઇપ કરવામાં ગોટાળાની વારંવાર ફરિયાદ મળી રહી હતી. આ ફરિયાદોની સંજ્ઞાન લેતા ચીફ જસ્ટિસ રંજન ગોગાઇએ એવો નિર્ણય કર્યો છે. આ બાબતે કેન્દ્ર સરકારને પણ જાણકારી આપવામાં આવી છે.

આ મામલે સુપ્રીમ કોર્ટ કહી ચુક્્યુ છે કે એના આદેશમાં ફોરેÂન્સક આૅડિટરનું નામ બદલી નાંખવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટે એને પહેલા ફેબ્રુઆરીમાં પોતાના બે કર્મચારીઓને નોકરીમાંથી નિકાળી દીધા હતા. આ મામલો એરિક્સન મામલે ઉદ્યોગપતિ અનલિ અંબાણીને કોર્ટમાં હાજર થવાને લઇને હતો. એમાં કોર્ટના આદેશમાં આ પ્રકારના ચેડાં કરવામાં આવ્યા જેનાથી એવું લાગે કે અનિલ અંબાણીને કોર્ટમાં ખુદ હાજર થવામાંથી છૂટ આપવામાં આવી છે. બાદમાં આદેશ છેડછાડને લઇને કેસ દાખલ કરવામાં આવ્યો. આમ્રપાલી મામલામાં સુપ્રીમ કોર્ટની એક બેંચ કહી ચુકી છે, ‘આ દુર્ભાગ્યપૂર્ણ, હેરાન અને આશ્વર્ય કરનાર છે કે આ કોર્ટના આદેશોમાં હેરાફેરી અને એમને પ્રભાવિત કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. આ સુપ્રીમ કોર્ટના હિસાબથી ખૂબ નિરાશાજનક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.