E-Paper

Lokarpan Gandhinagar Lokarpan Ahmedabad Lokarpan Mehsana Lokarpan Anand Lokarpan Surat Lokarpan Jamnagar

‘કર-નાટક’ – કોંગ્રેસ-જેડીએસના તમામ મંત્રીઓના રાજીનામા

કર્ણાટકમાં ૧૩ ધારાસભ્યોના રાજીનામા બાદ રાજકીય સંકટ વધુ પ્રબળ બની રÌšં છે. ૧૩ મહિના જૂની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકારને બચાવવા માટે કોંગ્રેસ-જેડીએસે નવો રાજકીય દાવ રમ્યો છે. ગઠબંધન સરકારમાં કોંગ્રેસના તમામ ૨૧ મંત્રીઓએ રાજીનામા આપી દીધા. તેના થોડા સમય બાદ જેડીએસના મંત્રીઓએ પણ રાજીનામા આપી દીધા. હવે નવેસરીથ કેબિનેટની રચના થશે. પહેલા કોંગ્રેસના તમામ ૨૧ મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતાં. હવે જેડીએસના તમામ ૧૧ મંત્રીઓએ પોતાના રાજીનામા ધરી દીધા છે. કર્ણાટકમાં ધારાસભ્યના રાજીનામાઓથી ભાજપમાં સરકાર રચવાની આશાઓ ઊભી થઈ છે. સોમવારે એક માત્ર અપક્ષ ધારાસભ્ય નાગેશે મંત્રીપદેથી રાજીનામું આપી દીધું. તેઓએ પોતાનું રાજીનામું રાજ્યપાલ વજુભાઈ વાળાને આપી દીધું છે તેના કારણે સરકાર સંકટમાં આવી ગઈ છે. અપક્ષ ધારાસભ્યએ ભાજપને સમર્થન આપવાની પણ વાત કહી છે.

આ દરમિયાન મુખ્યમંત્રી કુમારસ્વામી સરકારને લઈ ચિંતામુક્ત જાવા મળ્યા. તેઓએ કÌšં કે, મને કોઈ ટેન્શન નથી. તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. હવે નવેસરથી કેબિનેટની રચના થશે. અમે હાલની સમસ્યાને ટૂંક સમયમાં દૂર કરીશું. કોંગ્રેસ-જેડીએસ સરકાર યોગ્ય રીતે ચાલતી રહેશે.
કોંગ્રેસ બાદ હવે જેડીએસના પણ તમામે તમામ ૧૧ મંત્રીઓએ પદ પરથી રાજીનામાં આપી દીધા છે. હવે આગામી રણનીતિ પ્રમાણે રાજ્યમાં મંત્રીમંડળની રચના જ નવેસરથી કરવામાં આવી શકે છે. આ મંત્રીમડળમાં નારાજ અને અસંતુષ્ઠ ચાલી રહેલા ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવે તેવી શક્્યતા છે.
બીજી બાજુ, કોંગ્રેસ કોટાના તમામ મંત્રીઓએ પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડૂ રાવને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. સાથોસાથ કર્ણાટકના ડેપ્યુટી સીએમ જી. પરમેશ્વરે પણ પોતાનું રાજીનામું સોંપી દીધું છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકારથી સમર્થન પરત લેનારા અપક્ષ ધારાસભ્ય નાગેશે ભાજપને સમર્થન આપ્યું છે. તેને લઈએ તેમણે રાજ્યપાલ વજુભાઈ વાળાને પત્ર લખ્યો છે.

આમ એચડી કુમારસ્વામીના નેતૃત્વમાં જેડીએસ-કોંગ્રેસ સરકારનું સંકટ ઘેરાયું છે કારણ કે અત્યાર સુધી નાગેશ સહિત ૧૩ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. તેની સાથે જ બાગી ધારાસભ્યોની કુલ સંખ્યા વધીને ૧૪ થઇ ગઇ છે.  જા આ તમામના રાજીનામાને Âસ્વકારી લેવામાં આવશે તો વિધાનસભામાં કોંગ્રેસ-જેડીએસ સત્તારૂઢ ગઠબંધન પાસે ધારાસભ્યોની કુલ સંખ્યા ૧૦૪ થઈ જશે. જ્યારે મુખ્ય વિપક્ષ ભાજપ પાસે વિધાનસભામાં કુલ ૧૦૫ સભ્યો છે. તેથી સ્વાભાવિક છે કે આ બદલતા સમીકરણોને કારણે ભાજપ અહીં પોતાની સરકાર બનાવવાની કોશિશ જરૂર કરશે. કોંગ્રેસ-જેડીએસએ સરકાર બચાવવા એક જુદી જ રણનીતિ અપનાવી છે. આ રણનીતિ અંતર્ગત કોંગ્રેસે રાજ્ય સરકારમાં રહેલા તમામ મંત્રીઓના રાજીનામા અપાવી દીધા છે. હવે તેમના સ્થાને અસંતુષ્ઠોને મંત્રીપદ સોંપીને વિરોધને ઠારવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *