અમરનાથ યાત્રા માટે કરેલી વ્યવસ્થા સ્થાનિક લોકો માટે અગવડરૂપ છે – મહેબૂબા

અમરનાથ યાત્રા માટે કરેલી વ્યવસ્થા સ્થાનિક લોકો માટે અગવડરૂપ છે – મહેબૂબા

શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ અમરનાથ યાત્રિકો માટે કરવામાં આવેલી સુવિધાને કાશ્મીરી લોકો માટે મુશ્કેલી ગણાવી છે. મહેબૂબાએ કહ્યું કે, અમરનાથ યાત્રા માટે છેલ્લા ઘણા વર્ષોથી અહીંની જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ કમનસીબે આ વખતે વ્યવસ્થાઓ સ્થાનિક લોકોના વિરુદ્ધમાં છે. અમરનાથ યાત્રા ૧લી જુલાઈથી શરૂ થઈને ૧૫ ઓગષ્ટ સુધી ચાલશે. મહેબૂબાએ કહ્યું કે, રાજ્યપાલ સત્યપાલ મલિકને અપીલ કરું છું કે, શ્રદ્ધાળુઓની સુરક્ષા વ્યવસ્થાને કારણે ઊભી થઈ રહેલી મુશ્કેલીઓ પર ધ્યાન આપો અને અસરગ્રસ્ત લોકોને રાહત આપો. અમને અમરનાથ યાત્રાથી કોઈ વાંધો નથી પણ તેનાથી કોઈ મુશ્કેલી ઊભી થવી ન જાઈએ. મહેબૂબાએ કેન્દ્ર સરકારને હુરિયત નેતાઓ સાથે વાતચીત કરવાનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે, હુરિયત નેતાઓએ કહ્યું છે કે સંગઠન વાતચીત કરવા માટે તૈયાર છે. એવામાં સરકારે આ તકનો ફાયદો ઉઠાવવો જાઈએ અને વાતચીત શરૂ કરવી જાઈએ.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Right Click Disabled!