ઇન્ડોનેશિયામાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરેઃ જકાર્તાના લોકો સરકાર પર કેસ કરશે

ઇન્ડોનેશિયામાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરેઃ જકાર્તાના લોકો સરકાર પર કેસ કરશે
Spread the love

પાલેમબંગ,
ઇંડોનેશિયાની રાજધાની જકાર્તા અત્યારે ગંભીર વાયુ પ્રદૂષણની સમસ્યાથી ઘેરાઇ છે. આ વર્ષે જૂનમાં શહેરમાં ખરાબ એર ક્વાલિટીનું સ્તર ઘણી વખત દિલ્હી અને બેજિંગ જેવા શહેરોથી પણ આગળ નીકળી ગયું હતુ. જકાર્તામાં રહેનારા લોકોએ તાજેતરમાં જ ૨૦૧૮ અને અમુક દિવસ પહેલાની તસવીર શેર કરી શહેરમાં વધેલા પ્રદૂષણની સરખામણી કરી. ૨૫ જૂનના જકાર્તાનો એર ક્વાલિટી ઇન્ડેક્સ ૨૪૦થી ઉપર જતો રહ્યો હતો. આ દરમિયાન લંડનનો એક્્યુઆઇ ૧૨ અને સેન ફ્રાન્સસ્કોનો એક્્યુઆઇ ૨૬ હતો.
સરકારી કર્મચારીઓ, વેપારી અને કળાના ક્ષેત્રમાં કામ કરનારા લોકો સરકાર વિરુદ્ધ એક અભિયાનમાં ભાગ લઇ રહ્યાં છે. સરકાર વિરુદ્ધ કેસ કરવાનો અર્થ કે તે સીધો ઇંડોનેશિયાના રાષ્ટ્રપતિ પર કેસ થશે. તે સિવાય સ્વાસ્થ્ય મંત્રાલય, ગૃહ મંત્રાલય, પર્યાવરણ મંત્રાલય અને જકાર્તા, બાંતેન અને પશ્વિમી જાવાના ગવર્નરોને પણ કેસમાં સામેલ કરવામાં આવશે. આ કેસને લડનારી સંસ્થા લીગલ ઇન્સ્ટટ્યુટના વકીલ અયુ એજા ટિયારા પ્રમાણે મામલો દાખલ કરવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે સરકાર જૂની નીતિઓ બદલીને વાયુ પ્રદૂષણથી નિપટવા નવી યોજના તૈયાર કરે.

Admin

Admin

9909969099
Right Click Disabled!