સમગ્ર દેશમાં પોલીસની ૫.૪૩ લાખ જગ્યાઓ ખાલીઃ સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં

સમગ્ર દેશમાં પોલીસની ૫.૪૩ લાખ જગ્યાઓ ખાલીઃ સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં

ન્યુ દિલ્હી,
કોઈ તહેવાર-પ્રસંગે પોલીસના ધાડે-ધાડા ઉતર્યા હોય છે જેને જાતા જ આપણે હાંયકારો કરી દેતા હોઈએ છે કે, આટલા બધા પોલીસવાળા…! પરંતુ હકીકત તો એ છે કે આજની તારીખમાં પણ સમગ્ર દેશમાં પોલીસની ૫.૪૩ લાખ જગ્યાઓ ખાલી છે. સરકારી આંકડા અનુસાર, ૧ જાન્યુઆરી ૨૦૧૮ સુધી સમગ્ર દેશમાં પોલીસની ૫.૪૩ લાખ જગ્યાઓ ખાલી હતી. ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે ૧.૨૯ લાખ જગ્યાઓ ખાલી પડી છે.

નાગાલેન્ડ એક જ એવું રાજ્ય છે કે જ્યાં પોલીસોની સંખ્યા વધારે છે. બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના જણાવ્યા અનુસાર, દેશમાં ૨૪,૮૪,૧૭૦ પોલીસની જરૂર છે. જેમાથી ૧ જાન્યુઆરી ૨૦૧૮ માં ૧૯,૪૧,૪૭૩ જેટલી જગ્યા ભરાઇ હતી. ૨૦૧૬ મા ૫.૪૯ જગ્યા ખાલી હતી. જે જાન્યુઆરી ૨૦૧૭માં પોલીસોની કુલ ૫.૩૮ લાખ જગ્યા ખાલી હતી અને ૨૦૧૮માં આ સંખ્યા વધીને ૫.૪૩ લાખ થઇ ગઇ હતી.  દેશભરમાં ૨૦૧૬માં ૨૨,૮૦,૬૯૧, ૨૦૧૭માં ૨૪,૬૪,૪૮૪, ૨૦૧૮માં ૨૪,૮૪,૧૭૦ પોલીસની જરૂર હતી. તેમ છતા ૨૦૧૬માં કુલ ૧૭,૩૪,૬૬ પોલીસ, ૨૦૧૭માં ૧૯,૨૬,૨૪૭ અને ૨૦૧૮માં ૧૯,૪૧,૪૭૩ પોલીસ જ કાર્યરત હતા.

પોલીસની સંસ્થા સાથે જાડાયેલ રિપોર્ટ ૧ જાન્યુઆરી ૨૦૧૮ સંકળાયેલા અહેવાલ અનુસાર પોલીસની સૌથી વધારે અછત ઉત્તરપ્રદેશમા છે. ત્યારબાદ બિહારમાં ૫૦૯૨૧, પશ્ચિમ બંગાળમાં ૪૮.૯૮૧, તેલંગાણામાં ૩૦,૩૪૫ અને મહારાષ્ટ્રમાં ૨૬,૧૯૬ પોલીસની જગ્યાઓ ખાલી હતી. તાજેતરમાં પણ છત્તીસગઢમાં ૧૧,૯૧૬, ઓડિસામાં ૧૦,૩૨૨ અને જમ્મુ કાશ્મીરમાં ૧૦,૦૪૪ જગ્યાઓ ખાલી છે.

Admin

Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.