સ્વીસ બેંકો ભારત સહિત ૭૩ દેશોને બેંક ખાતાઓની વિગતો આપશે

સ્વીસ બેંકો ભારત સહિત ૭૩ દેશોને બેંક ખાતાઓની વિગતો આપશે

ન્યુ દિલ્હી,
Âસ્વસ બેંકોમાં ભારતીયોના ખાતાની માહિતી હવે ટૂંક સમયમાં સત્તાવાર રીતે મળવાની છે. ૩૦ સપ્ટેમ્બરની સમયસીમાથી પહેલા ભારત અને Âસ્વટઝરલેંડ બેંકીંગ સંબંધી માહિતીઓનું પહેલીવાર આદાન-પ્રદાન કરશે. આ બંને દેશો વચ્ચે ઓટોમેટિક એકસચેંજ ઓફ ઇન્ફોર્મેશન (એઇઓઆઇ) સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા હતાં. આ સમજુતી જાન્યુ. ર૦૧૮ થી અમલી બની હતી. એક અહેવાલ અનુસાર Âસ્વસ નાણા મંત્રાલય અને Âસ્વસ ફેડરલ ટેક્ષ એડમીનીસ્ટ્રેશનના અધિારીઓએ જણાવ્યું છે કે ભારતના મામલામાં એવી સંભાવના છે કે માહિતિ અનેક હપ્તામાં મોકલવી પડશે. આના થી એ બાબતનો અંદાજ લગાવી શકાય કે સ્વીસમાં બધા ભારતીયોના બેંક ખાતાની માહિતીને ભારતના ટેક્ષ અધિકારીઓ સાથે શેયર કરવી પડી શકે છે.

સ્વીસ એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ૭૩ દેશોના બેંક ખાતાઓની માહિતી શેયર કરાશે. ભારત આમાંથી એક છે. ગયા વર્ષે ૩૬ દેશો સાથે એઇઓઆઇ સમજુતી લાગુ થઇ હતી. એવું જણાય છે કે બેંક ખાતા સાથે જાડાયેલી માહિતી શેયર કરવા માટે સ્વીસમાં સંસદીય પ્રક્રિયા પુરી થઇ ગઇ છે. આ વર્ષે સ્વીસ બેંકોમાં ભારતીયો દ્વારા રખાતા નાણાના મામલામાં ભારતનું સ્થાન ૧ પોઇન્ટ ઘટીને ૭૪ પર થયું છે. ગયા વર્ષે આ યાદીમાં ભારતનું સ્થાન ૭૩ મું હતું. જયારે તે પહેલાના વર્ષે ૮૮ માં ક્રમે હતું.
બીજી તરફ ભારત Âસ્થત ફોરેન ટેક્ષેસન એન્ડ ટેક્ષ રિસર્ચનું કહેવું છે કે અમે માહિતી મેળવી લેવા તૈયાર છીએ. આ માટે જરૂરી તૈયારી પુરી કરી લેવાઇ છે. માહિતી મળ્યા બાદ તેનું મેળવણુ ટેક્ષ રીટર્ન સાથે કરાશે અને જરૂરી પગલા લેવાશે.

Admin

Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.