સરકારનો મહત્વનો નિર્ણયઃ પોસ્કો એક્ટમાં હવે મોતની સજા થશે

સરકારનો મહત્વનો નિર્ણયઃ પોસ્કો એક્ટમાં હવે મોતની સજા થશે
Spread the love

ન્યુ દિલ્હી,
વધતી જતી બાળ યૌન શોષણની ઘટનાઓ પર કાબુ મેળવવા કેન્દ્ર સરકારે આજે બાળકો સાથે સૃષ્ટી વિરૂધ્ધના સેક્સ કરનારને ફાંસીની સજાનો ઉમેરો કરીને પોસ્કોના કાયદાને વધુ કડક બનાવ્યો હતો. ઉપરાંત બાળકો પર ગુજારવામાં આવતા અત્યાચાર બદલ પણ નિયમો વધુ કડક બનાવ્યા હતા, એમ અધિકારીઓએ કÌšં હતું.પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સયુઅલ ઓફેન્સ એટલે કે પોક્સો માં નવા ફેરફારની દરખાસ્તમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીને ડામવા ભારે દંડ અને કડકમાં કડક સજાની પણ જાગવાઇ કરાઇ હતી.

કાયદામાં કરાયેલા સુધારાથી દેશમાં વધતા જતાં બાળકોના યૌન શોષણ સામે કડક પગલાં માટેની જરૂરિયાને પણ પુરી કરાઇ હતી. ઉપરાંત પ્રમાણમાં નવા પ્રકારના અપરાધને પણ નિયંત્રિત કરી શકાશે, એમ સરકારે કહીને ઉમેર્યું હતું કે સખત સજાની જાગવાઇથી આવા અપરાધ પર કાબુ મેળળી શકાશે.’ ખરાબ સમયમાં સંભવિત બાળકોના હિતને બચાવવાનો નવા કાયદાનો હેતુ છે અને સાથે સાથે બાળકોના આત્મસન્માન અને તેમની રક્ષાની પણ ખાતરી કરી શકાશે.

એક નિવેદનમાં સરકારે કÌšં હતું કે પોસ્કો ધારા, ૨૦૧૨ની કલમ ૨, ૪, ૫, ૬, ૯, ૧૪,૧૫, ૩૪, ૪૨ અને ૪૫માં કરાયેલા સુધારોનો ઇરાદો અયોગ્ય રીતે બાળકો સાથે કરાતા સેક્સને રોકવાનો છે.’કલમ ૪,૫ અને ૬માં બાળકો પર સેક્સયુઅલ હુમલા અને બળજબરીથી કરાતા સેક્સ મૃત્યદંડ સહિત સખ્તમાં સખ્ત સજાનો વિકલ્પ પુરો પાડવાનો છે’એમ નિવેદનમાં કહેવામાં આવયું હતું. ઉપરાંત ચાઇલ્ડ પોર્નોગ્રાફીની સમસ્યા પર રોક લગાવવા પોસ્કોની કલમ ૧૪ અને ૧૫માં પણ સુધારો કરવાની દરખાસ્ત મૂકાઇ હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!