સુપ્રિમે આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ-હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા ફટકારી

સુપ્રિમે આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ-હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા ફટકારી
Spread the love

ભોપાલ,
સુપ્રીમ કોર્ટે ૮ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના દોષીને ફાંસીની સજા સંભળાવી છે. આ કેસની સુનાવણીમાં કોર્ટે ગણતરીના દિવસોમાં જ નિર્ણય સંભળાવી દીધો છે. સજાની જાહેરાત પહેલા જજ કુમુદિની પટેલ આરોપીને પુછ્યું હતું કે, તેને પોતાના પક્ષમાં કંઈ કહેવું છે તો તેને જવાબમાં- કંઈ જ કહેવાનો ઈન્કાર કર્યો હતો. રાજધાની કમલાનગરમાં ૮ જુને બાળકી સાથે ક્રુરતાભર્યુ કૃત્ય કરવામાં આવ્યું હતું. જેના બીજા દિવસે આ માસુમની લાશ નાળાની બાજુમાં મળી આવી હતી. બુધવારે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે વિષ્ણુ બામોરે દોષી જાહેર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટ પરિસરની બહાર બાળકના પરિવારજનો અને તમામ લોકો હાજર હતા. દોષી પર હુમલાની આશંકાને કારણે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ મામલામાં પોલીસે ૧૭ જુને કોર્ટમાં ૧૦૮ પેજનું ચલણ રજુ કર્યું હતું. ૧૯ જૂને કોર્ટમાં આરોપ સાબિત થયા હતા.પોલીસે ૪૦ લોકોને સાક્ષી બનાવ્યા હતા. કોર્ટે વિષ્ણુ બામોરેને બાળકી સાથે બળજબરી સુÂષ્ટ વિરુદ્ધનું કૃત્ય કરવા અને ત્યારબાદ તેની હત્યા કરવાના કેસમાં દોષી માન્યો છે. રાજધાનીના કમલાનગરમાં બાળકીની ૮મી જૂને દુષ્કર્મ બાદ હત્યા કરી દેવાઈ હતી. આગામી દિવસ એટલે કે ૯મી જૂને બાળકીની લાશ મળી આવી હતી. દોષી વિષ્ણુ બાળકીના પાડોશમાં જ રહેતો હતો. બાળકી ઘરેથી સામાન લેવા માટે બહાર નીકળી હતી, ત્યારે જ આરોપી તેને પોતાના ઘરે લઈ ગયો હતો. પોલીસને વિષ્ણુના ઘરેથી બાળકીની બંગડીઓ અને અન્ય પુરાવાઓ મળી આવ્યા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!