મીડિયા દેશદ્રોહી અને નાલાયક – કંગના રણૌત

મીડિયા દેશદ્રોહી અને નાલાયક – કંગના રણૌત
Spread the love

મુંબઈ,
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તથા પત્રકાર વચ્ચેનો વિવાદ અંત લેવાનું નામ લેતો નથી. એન્ટરટેઈન્મેન્ટ જર્નાલિસ્ટ ગિલ્ડ ઓફ ઈÂન્ડયા નામની સંસ્થાએ કંગનાનો બોયકોટ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પર હવે, કંગનાએ પોતાનું નિવેદન આપ્યું છે. કંગનાએ તેની બહેન તથા મેનેજર રંગોલી ચંદેલના Âટ્‌વટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. રંગોલીએ કહ્યું હતું કે કંગનાને તાવ આવ્યો હોવા છતાંય તેણે આ સ્ટેટમેન્ટ આપ્યું છે.

કંગનાએ કહ્યું હતું, ‘આજે જે આપણી ઈન્ડિયન મીડિયા છે, હું તેના વિશે કંઈક કહેવા માગું છું પરંતુ દરેક જગ્યાએ સારા લોકો પણ હોય છે અને ખરાબ લોકો પણ હોય છે. મીડિયામાં રહેલા કેટલાંક લોકોએ મને પ્રોત્સાહન આપ્યું છે. મને સારી સલાહ પણ આપી છે. હું કહીશ કે મારી સફળતા પાછળ તેમનો ઘણો જ મોટો હાથ છે. હું હંમેશા મીડિયાની આભારી રહીશ પરંતુ એવા કેટલાંક લોકો છે, જે ઊધઈ જેવા છે.

મીડિયાનું એક સેક્શન આપણાં દેશમાં ઊધઈ જેવું છે, તે રોજબરોજ પત્રકારની ગરિમા, અસ્મિતા, અખંડિતતા પર હુમલાઓ કરે છે. ગંદા-ભદ્દા દેશદ્રોહીના વિચારો રજૂ કરે છે, તેમની વિરૂદ્ધ આપણાં દેશના બંધારણમાં ના તો કોઈ સજા છે અને ના તો કોઈ દંડ છે. આ વાતથી મને ઘણી જ ઠેસ પહોંચી છે. બેવડી નીતિ અપનાવતું મીડિયા છે, બિકાઉ મીડિયા છે, જે પોતાને ઉદારમતવાદી, સેક્્યૂલર કહે છે, જે ૧૦ નાપાસ પણ નથી, આ લોકો નકલી ઉદારવાદી છે. ધાર્મિક વસ્તુઓને લઈને દેશની એકતા પર પ્રહાર કરે છે.’

Admin

Admin

9909969099
Right Click Disabled!