ભાજપનું વધતું કદ લોકતંત્ર માટે ખતરો – સ્વામી

ભાજપનું વધતું કદ લોકતંત્ર માટે ખતરો – સ્વામી
Spread the love

ન્યુ દિલ્હી,
ભાજપના સિનિયર નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પાર્ટીના વધતા જનાધારને લોકતંત્ર માટે ખતરો કરાર કર્યો છે. તેઓએ ભાજપના વધતા કદને લઈને કોંગ્રેસ, ટીએમસી અને એનસીપીને ચેતવ્યા છે. પોતાની જ પાર્ટી પર સવાલ કરતાં તેઓએ ટ્વિટ પર લખ્યું કે, ગોવા અને કર્ણાટકને જાયા બાદ મને લાગે છે કે જા અમે એક જ પાર્ટીના રૂપમાં ભાજપની સાથે રહી ગયા તો દેશનું લોકતંત્ર નબળું થઈ જશે.

સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ટ્વિટ દ્વારા, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) અને રાષ્ટવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને સલાહ આપતાં કહ્યું કે, વિપક્ષ, ઇટાલિયન્સ અને સંતાનને પાર્ટીથી હટાવવા માટે કહો. મમતા ત્યારબાદ એકજૂથ કોંગ્રેસની અધ્યક્ષ બને. એનસીપીનો પણ કોંગ્રેસમાં વિલય કરવો જાઈએ. સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કર્ણાટકમાં કુમારસ્વામીની જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધન પર ખતરો ઊભો થયો છે અને ભાજપ કર્ણાટકમાં સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારીમાં છે.

ઉલ્લેખનીય છે કે, ગોવામાં કોંગ્રેસના ૧૦ ધારાસભ્યો ભાજપમાં સોમલ થયા બાદ કોંગ્રેસની પાસે માત્ર પાંચ ધારાસભ્ય બચ્યા છે. એવી જ રીતે કર્ણાટકમાં કોંગ્રેસના ૧૩ અને જેડીએસના ૩ ધારાસભ્યોના રાજીનામા બાદ કુમારસ્વામી સરકાર પર સંકટના વાદળ છવાયેલા છે. કર્ણાટકમાં જા વિધાનસભા સ્પીકરે આ તમામ ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર કરી લીધા તો ભાજપની પાસે કર્ણાટકમાં સત્તા મેળવવાની તક મળશે. કર્ણાટક અને ગોવામાં જે પ્રકારે રાજકીય સમીકરણ બદલાયા છે, ત્યારબાદ કોંગ્રેસે ભાજપને તેના માટે જવાબદાર ઠેરવ્યું છે. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલાબ નબી આઝાદે ભાજપ અને તેના નેતાઓ પર બંધારણની ચિંતા ન કરવાનો આરોપ લગાવ્યો છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!