સરિતા ગાકડવાડ બાદ હવે જીત ક્રિકેટમાં ડાંગનો ડંકો વગાડશે

સરિતા ગાકડવાડ બાદ હવે જીત ક્રિકેટમાં ડાંગનો ડંકો વગાડશે
Spread the love

ડાંગ,
આદિવાસી જિલ્લા ગણાતો ડાંગ હવે રમત ગમત ક્ષેત્રે આગળ આવી રÌšં છે સરિતા ગાયકવાડે દોડમાં ડાંગનું નામ દેશ વિદેશમાં રોશન કર્યું છે. તો હવે ક્રિકેટમાં પણ ડાંગનો ડંકો વાગવાનો છે. ડાંગના ૧૯ વર્ષીય જીત કુમાર નેશનલ પ્લેયર્સ લીગમાં રાજસ્થાન લાયન ટીમ માટે રમશે.
ડાંગ જેવા આદિવાસી વિસ્તારના લોકો એક બાદ એક રમતમાં આગળ આવી રહ્યા છે. ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ વિવિધ દોડ રેસમાં જીતીને ડાંગનું નામ દેશ વિદેશમાં રોશન કર્યું છે. તો હવે દેશના લોકોની પ્રિય ગેમ ક્રિકેટમાં પણ ડાંગ જિલ્લાનું નામ રોશન થવા જઈ રÌšં છે. ડાંગના અંતરિયાળ જુનૈર ગામનો વતની અને હાલ વઘઈ ખાતે રહેતા જીત ગાંગુરડેને નાનપણથી ક્રિકેટ રમવાનો શોખીન હતો. જ્યારે તેણે ક્રિકેટ રમવાની ઈચ્છા પોતાના પિતાને વ્યક્ત કરી ત્યારે તેના પિતાએ તેને ના પાડી હતી, પણ બાદમાં તેણે પોતાના શોખ વિશે પોતાના પિતાને સમજાવ્યા હતા. તેના બાદ તે બીલીમોરા ખાતે બરોડા ક્રિકેટ બોર્ડ તરફથી કરાયેલા સિલેક્શનમાં સિલેક્ટ થયો હતો.
શહેરોમાં રહેતા યુવાનો અને બાળકોની ઈચ્છા હોય છે કે તેઓ દેશની સૌથી લોકપ્રિય રમતમાં આગળ આવે અને દેશ માટે રમે. પરંતુ ભાગ્યે જ કોઈને આવી તક મળતી હોય છે. હવે ૧૯ વર્ષીય જીત કુમાર બેટ્‌સમેન અને વિકેટ કીપર તરીકે પોતાની રમતને સારી રીતે વિકસાવી રહ્યો છે. જીત ઈન્ડયન પ્લેયર્સ લીગ માટે સિલેક્ટ થઈ ગયો છે અને ગોવા ખાતે રમાનાર નેશનલ ટુર્નામેન્ટમાં રાજસ્થાન લાયન ટીમ માટે રમશે. જ્યાં દેશના ૧૦ રાજ્યોની ટીમ ટકરાશે. જેમાંથી સારો દેખાવ કરનાર ખેલાડીને નેશનલ ટીમ માટે પસંદ કરવામાં આવશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!