નર્મદા જિલ્લામાં નાવાંધા પ્રમાણપત્ર સિવાય ટયુશન કલાસીસના સંચાલન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ

Spread the love

રાજપીપલા,

આગ-અકસ્માત નિવારણ માટેના સુરક્ષા નિયમોની અવગણના કરી ચાલતા ટયુશન કલાસીસમાં ગંભીર આગ-અકસ્માતના બનાવો બને છે. નિયમોનુસાર જરૂરી સુરક્ષા સાધનો અને અગ્નિશામક સુરક્ષાના નાવાંધા પ્રમાણપત્ર (N.O.C.) સિવાય ચાલતી આવી સંસ્થાઓના લીધે માનવ જીવન અને ખાસ કરીને નાની ઉંમરના બાળકો-વિધાર્થીઓ અત્યંત ભયજનક પરિસ્થિતિમાં મૂકાઇ જતાં હોય છે.  જેથી આવી સંસ્થાઓને કારણે આવા બનાવો નર્મદા જિલ્લાની હદ વિસ્તારમાં બનતા અટકાવવા સારૂં નર્મદાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા ધ્વારા તા.17 મી જુલાઇ થી તા. 16 મી ઓગષ્ટ સુધી નર્મદા જિલ્લાની હદ વિસ્તારમાં વ્યવસાયિક અને રહેણાંક વિસ્તારોમાં ઉપર વર્ણવેલ નાવાંધા પ્રમાણપત્ર (N.O.C.) મેળવ્યા વિના કે રિન્યુઅલ કરાવ્યાં સિવાય ચાલતા તમામ ટયુશન કલાસીસના સંચાલન ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદી દીધો છે આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.  આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.  આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારા ભારતના ફોજદારી અધિનિયમ સન 1860 ની કલમ-188 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ-135 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા તમામ નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઇન્સપેક્ટર સુધીનો હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ઇ.પી.કો કલમ-188 મુજબ ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવ્યાં છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!